Thursday, October 28, 2021
Homeકોરોના વર્લ્ડ : 1.46 લાખના મોત: ટ્રમ્પે અમુક રાજ્યોમાંથી પ્રતિબંધ હટાવ્યા, સંક્રમણ...
Array

કોરોના વર્લ્ડ : 1.46 લાખના મોત: ટ્રમ્પે અમુક રાજ્યોમાંથી પ્રતિબંધ હટાવ્યા, સંક્રમણ રોકવા માટે અભિયાન ચલાવતા બ્રાઝીલના મંત્રીને હટાવાયા

ન્યૂયોર્ક. વિશ્વભરમાં કોરોનાના 21.83 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 1.46 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે અને 5.48 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિએ ગુરુવારે અમુક રાજ્યમાંથી પ્રતિબંધો હટાવવાનની જાહેરાત કરી છે. તેમણે રાજ્યોના ગવર્નર સાથે વાત કરીને આ જાહેરાત કરી છે. તે માટે નવી ગાઈડલાઈન પણ બનાવવામાં આવી છે. તેમના મતે ઓછા સંક્રમણવાળા વિસ્તારમાં શનિવારે ધીમે ધીમે પ્રતિબંધોમાં છૂટછાટ અપાશે. જ્યા વધારે કેસ છે ત્યાં પહેલાની જેમ પ્રતિબંધો ચાલુ રહેશે. જો કે ટ્રમ્પે કહ્યું કે આ અંગે નિર્ણય રાજ્યોના ગવર્નર લેશે.

બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોએ સંક્રમણને રોકવા માટે અભિયાન ચલાવનાર સ્વાસ્થ્ય મંત્રી લુઈઝ હેનરિક મેન્ડેટાને હટાવી દીધા છે. બોલ્સોનારો પ્રતિબંધો લગાવવાના પક્ષમાં નથી.

અમેરિકાએ ભારતને 45 કરોડ રૂપિયાની સ્વાસ્થ્ય સહાયતા આપી
અમેરિકાએ ભારતને સ્વાસ્થ્ય સહાયતા માટે 5.9 મિલિયન ડોલર (45 કરોડ રૂપિયા) આપ્યા છે. અમેરિકાના વિદેશ વિભાગે ગુરુવારે આની માહિતા આપી હતી. આ રકમનો ઉપયોગ લોકોની મદદ કરવામાં, જરૂરી સ્વાસ્થ્ય સેવા સહિતના કામમાં વપરાશે. અત્યાર સુધીમાં અમેરિકાએ ભારતને રૂ.  19 હજાર 170 કરોડ (2.8 બિલિયન ડોલર)ની મદદ કરી છે.

અમેરિકામાં મૃત્યુઆંક 35 હજાર નજીક
અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 30 હજાર નવા કેસ નોંધાયા છે અને 2174 લોકોના મોત થયા છે. અમેરિકામાં કુલ પોઝિટિવ કેસ 6.78 લાખ નોંધાયા છે અને મૃત્યુઆંક 34 હજાર 617 નોંધાયો છે.

સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 500થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં કુલ કેસ 1.85 લાખ અને મૃત્યઆંક 19 હજાર 315 નોંધાયો છે.

યુરોપમાં સૌથી વધારે મોત ઈટાલીમાં
ઈટાલીમાં કુલ પોઝિટિવ કેસ 1.69 લાખ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં 22 હજાર 170 લોકોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 525 લોકોએ જીવ ગુમાવ્યા છે. યુરોપમાં 10.15 લાખ કેસ નોંધાયા છે અને 92 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. યુરોપમાં સૌથી વધારે મોત ઈટાલીમાં થયા છે.

કયા દેશમાં આજે શું સ્થિતિ છે જે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 678,144 34,641
સ્પેન 184,948 19,315
ઈટાલી 168,941 22,170
ફ્રાન્સ 165,027 17,920
જર્મની 137,698 4,052
બ્રિટન 103,093 13,729
ચીન 82,367 3,342
ઈરાન 77,995 4,869
તુર્કી 74,193 1,643
બેલ્જિયમ 34,809 4,857
બ્રાઝીલ 30,683 1,947
કેનેડા 30,106 1,195
નેધરલેન્ડ 29,214 3,315
રશિયા 27,938 232
સ્વિત્ઝરલેન્ડ 26,732 1,281
પોર્ટુગલ 18,841 629
ઓસ્ટ્રિયા 14,476 410
ભારત 13,430 448
આયરલેન્ડ 13,271 486
ઈઝરાયલ 12,758 142
સ્વીડન 12,540 1,333
પેરુ 12,491 274
દ. કોરિયા 10,635 230
જાપાન 9,231 190
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments