ટ્રમ્પે આયુષ્માનની ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ના ભારોભાર કર્યા વખાણ

0
10

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પહેલાં ભારત પ્રવાસ પર આવવાના છે. પરંતુ ભારતની મુલાકાતે આવતા પહેલાં જ અમેરિકન રાષ્ટ્રપતિએ ટ્વીટ કરી આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ના વખાણ કર્યા છે. ટ્રમ્પે ટ્વીટ કરીને ફિલ્મના વિષયને શ્રેષ્ઠ ગણાવ્યો. શુક્રવારના રોજ રીલીઝ થયેલી આ ફિલ્મમાં આયુષ્માનની સાથે જીતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા અને ગજરાજ રાઉ જેવા કલાકાર મુખ્ય ભૂમિકામાં છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે બ્રિટિશ એક્ટિવિસ્ટ પીટર ટેચેલની ફિલ્મ સાથે જોડાયેલ ટ્વીટને રીટ્વીટ કરી લખ્યું – ‘Great’. પીટરે ફિલ્મ પર લખેલો એક આર્ટિકલ શેર કરી લખ્યું હતું, ‘ભારત: એક નવી બોલિવુડ રોમેન્ટિક કોમેડી રીલીઝ થઇ છે જેમાં ગેરોમાંસને દેખાડાયો છે. આ ફિલ્મમાં વૃદ્ધોને સમલૈંગિકતાના પ્રત્યે જાગૃત કરવાની કોશિષ કરાઇ છે. ભારતમાં આની પહેલાં સમલૈંગિકતાને કાયદેસર ગણાવી ચૂકયું છે. હર્રે!’ ટ્રમ્પના ટ્વીટને પીટરે પણ રીટ્વીટ કરી. તેમણે કોટ કરતા કહ્યું કે આ પ્રેઝિડન્ટ દ્વારા LGBTના મુદ્દા અને અધિકારોને ગંભીરતાથી લેવાની શરૂઆત છે, ના કે માત્ર એક પીઆર સ્ટંટ.

ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે શુક્રવારના રોજ આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ રીલીઝ થઇ છે. દર્શકોની તરફથી આ ફિલ્મને સારો રિસોપન્સ મળી રહ્યો છે. તો પોતાના વિષયના લીધે દુનિયાભરમાં આ ચર્ચાનો વિષય બન્યો છે. ફિલ્મમાં બે પુરુષો-આયુષ્યમાન ખુરાના અને જીતેન્દ્ર કુમારના પ્રેમની કહાની દેખાડાઇ છે જે સમાજ અને પરિવારથી પોતાના હક અને સંબંધની લડાઇ લડી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે ટ્રમ્પ 24 અને 25મી ફેબ્રુઆરીના રોજ ભારત પ્રવાસે આવી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનું સ્વાગત કરશે અને ત્યારબાદ બંને નેતા એક ભવ્ય રોડ શો કરશે. ડોનાલ્ડ ટ્રમ્પની આ પહેલી ભારત યાત્રા છે. તેમની યાત્રામાં તેમના પત્ની, દીકરી અને જમાઇ પણ સાથે હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here