કોરોના વર્લ્ડ : 34 લાખ કેસ, 2.40 લાખ મોત: ટ્રમ્પે કહ્યું કોરોના સંક્રમણથી અમેરિકામાં એક લાખથી ઓછા લોકોના મોત થશે

0
12

ન્યૂયોર્ક. વિશ્વભરમાં 34 લાખ કેસ નોંધાયા છે, અત્યાર સુધીમાં 2 લાખ 39 હજાર 592 લોકોએ જીવ ગુમાવ્યા છે. 10.82 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

અમેરિકામાં 24 કલાકમાં 1883 લોકોના મોત

અમેરિકામાં 11 લાખ 31 હજાર 280 પોઝિટિવ કેસ નોંધાયા છે. 65 હજાર 766 લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં 67 લાખ લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. 1.61 લાખથી વધારે લોકોને અહીં સારવાર પછી રજા અપાઈ છે.જોન હોપકિંસ યુનિવર્સિટી મુજબ અમેરિકામાં 24 કલાકમાં 1883 લોકોના મોત થયા છે. ન્યૂયોર્ક રાજ્યમાં (24,069) , સ્પેનમાં (24,824) અને ફ્રાન્સમાં (24,594) એક સરખો મૃત્યુઆંક નોંધાયો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે દેશમાં કોરોના વાઈરસથી એક લાખથી ઓછા લોકોના મોત થવાનું અનુમાન છે. તેમણે કહ્યું કે આશા છે કે અમે કોરોનાથી થનાર મોતના આંકડાને એક લાખથી ઓછો રાખવામાં સફળ થશું. આ પહેલા ટ્રમ્પ સરકારે  60 થી 70 હજાર લોકોના મોત થવાનું અનુમાન કર્યું હતું. અમેરિકા ચીન ઉપર પ્રતિબંધ લગાવવાનું વિચારી રહ્યું છે. તેઓનું માનવું છે કે ચીન સંક્રમણને રોકવામાં નિષ્ફળ રહ્યું છે.

કયા દેશમાં કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 11,31,280 65,766
સ્પેન 242,988 24,824
ઈટાલી 207,428 28,236
બ્રિટન 177,454 27,510
ફ્રાન્સ 167,346 24,594
જર્મની 164,077 6,736
તુર્કી 122,392 3,258
રશિયા 114,431 1,169
ઈરાન 95,646 6,091
બ્રાઝીલ 92,202 6,412
ચીન 82,875 4,633
કેનેડા 55,061 3,391
બેલ્જીયમ 49,032 7,703
પેરુ 40,459 1,124
નેધરલેન્ડ 39,791 4,893
ભારત 37,257 1,223
સ્વિત્ઝરલેન્ડ 29,705 1,754
પોર્ટુગલ 25,351 1,007
સાઉદી અરબ 24,097 169
સ્વીડન 21,520 2,653
આયર્લેન્ડ 20,833 1,265
મેક્સિકો 20,739 1,972
પાકિસ્તાન 18,114 417
સિંગાપોર 17,101 16

 

અમેરિકામાં સારવાર માટે રેમડેસિવિર દવાને મંજૂરી

અમેરિકા ફૂડ એન્ડ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ મહામારીની સારવાર માટે ઈબોલાની દવા રેમડેસિવિરના ઉપયોગ માટે મંજૂરી આપી છે. એફડીએ પ્રમુખ સ્ટેફન હાને શુક્રવારે આ જાહેરાત કરી છે.

અર્થવ્યવસ્થાને ખોલવાને લઈને અમેરિકામાં પ્રદર્શન

અમેરિકામાં લેબર ડેના દિવસે પ્રથમ મેના દિવસે વધારાની સુરક્ષાના ઉપાયો અને લોકડાઉન પછી અર્થવ્યવસ્થાને ખોલવાની માંગને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા. નેશનલ નર્સિસ યુનાઈટેડ (એનએનયુ)ની 15 હજાર નર્સોએ દેશના 13 રાજ્યોમાં યોજાયેલી 140 રેલીમાં ભાગ લીધો હતો. તેઓની માંગ હતી કે માસ્ક અને સુરક્ષાત્મક સાઘનો આપવામાં આવે.

અલ્જિરિયામાં સંક્રમણ વધતુ રહ્યું તો કડક પ્રતિબંધો લાગુ કરાશે: રાષ્ટ્રપતિ

અલ્જિરિયાના રાષ્ટ્રપતિ અબ્દેલમદજીદ ટેબ્બોએ કહ્યું હતું કે દેશમાં જો વાયરસનું સંક્રમણ વધ્યું તો લોકડાઉન લાગુ કરાશે. સાથે તમામ બિઝનેસને બંધ કરાશે. દેશમાં 4151 લોકો સંક્રમિત થયા છે અને 453 લોકોના મોત થયા છે.

અપડેટ્સ

  • વેનઝુએલામાં પોઝિટિવ કેસની સંખ્યા 335 થઈ છે, અહીં 10 લોકોના મોત થયા છે.
  • રશિયામાં 1169 લોકોના મોત થયા છે. સૌથી વધારે મોત મોસ્કોમાં 695 થયા છે.
  • ચીનમાં 24 કલાકમાં એક કેસ નોંધાયો અને એકપણ મોત થયું નથી. અહીં કુલ 82 હજાર 875 કેસ નોંધાયા છે. 4633 લોકોના મોત થયા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here