ટ્રમ્પની ૩ કલાકની મુલાકાત ગુજરાતને ૧૦૦ કરોડમાં પડશે

0
29

અમેરિકાના રાષ્ટ્ર્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪મી ફેબ્રુઆરીએ અમદાવાદની ૩ કલાકની મુલાકાતે આવી રહ્યા છે. રાય સરકાર તરફથી અમેરિકાના રાષ્ટ્ર્રપ્રમુખનું સ્વાગત કરવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. એક અંદાજ મુજબ રાય સરકારે આ હાઈ-પ્રોફાઈલ વિઝિટ માટે ૧૦૦ કરોડ પિયાનો ખર્ચ કર્યેા છે.

ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદની મુલાકાત માટે પ્લાનિંગ તથા તૈયારીમાં લાગેલા ટોચના સૂત્રોએ જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય પાણીએ આદેશ આપ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા માટે બજેટનો કોઈ અવરોધ ન આવવો જોઈએ.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેારેશન અને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી શહેરના સાૈંદર્યકરણ અને રસ્તા બનાવવા માટે સાથે મળીને ૧૦૦ કરોડ પિયાનો ખર્ચ કરશે. તેમાં ૬૦ કરોડ પિયા ૧૭ રોડના રીપેરિંગ પાછળ ખર્ચાશે. જેમાં એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી ૧.૫ કિલોમીટરનો રસ્તો પણ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેારેશનએ સ્થાનિક જગ્યા અને રસ્તાના સાૈંદર્યકરણ માટે ૬ કરોડ પિયાનું બજેટ આપ્યું છે. યારે ઓડાના રસ્તા માટે ૨૦ કરોડ પિયાનો ખર્ચ કરશે. અધિકારીએ કહ્યું કે, ટ્રમ્પની મુલાકાત માટે ખર્ચાયેલી ટોટલ રકમનો સાચો આંકડો બાદમાં જાણી શકશે, પરંતુ હાલમાં અંદાજ મુજબ ૧૦૦ કરોડ ખર્ચાશે. જેમાંથી કેટલોક ખર્ચ કેન્દ્ર સરકાર વહન કરશે યારે મોટાભાગનો ખર્ચ રાય સરકાર ઉઠાવી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેારેશનના અધિકારીના કહેવા મુજબ, બજેટમાં શહેરના રસ્તાને રિસરફેસ કરવા માટે ૫૦૦ કરોડનું ફડં ફાળવાયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેારેશનના નેતાએ કહ્યું કે, તેમાંથી સાબરમતી આશ્રમ, એરપોર્ટ અને મોટેરા સ્ટેડિયમની નજીકના રસ્તાઓને રિસરફેસ કરવા માટે ફડં અપાયું હતું.

 

  • મોદી અને ટ્રમ્પ કરશે ૨૦ કિમી લાંબો રોડ શો, ૫૦ હજાર લોકો થશે સામેલ

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્ર્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪ ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવવાના છે, આ દરમિયાન તેઓ ૨૨ કિમીનો લાંબો રોડ શો કરશે. શહેરના મેયર બિજલ પટેલે આ અંગેની માહિતી આપી હતી. બિજલ પટેલે કહ્યું કે, નક્કી કરાયેલા ટ પ્લાન પ્રમાણે ટ્રમ્પ અને મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટથી સૌથી પહેલા સાબરમતી ગાંધી આશ્રમ જશે. સાબરમતી આશ્રમથી બંને નેતા એરપોર્ટ પાસે આવેલા ઈન્દિરા બ્રિજ, એસપી રિંગ રોડ થઈને મોટેરામાં બનેલા ક્રિકેટ સ્ટેડિયમમાં પહોંચશે. બિજલ પટેલે કહ્યું કે, મોદી અને ટ્રમ્પ જે ૨૨ કિમીનો રોડ શો કરવાના છે તે અત્યારસુધીનો સૌથી લાંબો રોડ શો હશે. અમારા અનુમાન પ્રમાણે આ રોડ શો દરમિયાન ભાજપના કાર્યકરો સહિત ૫૦ હજાર લોકો બંને નેતાઓનું સ્વાગત કરશે. ૩૦૦ ઓર્ગેનાઈઝેશન અને એનજીઓના વોલેન્ટિયર્સ પણ આ રોડ શોમાં સામેલ થશે. બિજલ પટેલે શુક્રવારે એએમસીના અધિકારીઓ સાથે આ મુદ્દે બેઠક કરી હતી. ભાજપ નેતાએ જણાવ્યું કે, રોડ શો દરમિયાન અલગ-અલગ રાયોની સંસ્કૃતિની ઝાંખી પણ રજૂ કરાશે. આપને જણાવી દઈએ કે, આ અઠવાડિયાની શઆતમાં જાહેરાત કરાઈ હતી કે ટ્રમ્પ ભારતના પ્રવાસ દરમિયાન એક દિવસ અમદાવાદ આવશે અને મોદીની સાથે ભવ્ય રોડ શોમાં ભાગ લેશે. સાથે જ તેઓ સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લેશે અને નવનિર્મિત મોટેરા સ્ટેડિયમનું ઉદ્ધાટન કરશે. યાં તેઓ બંને એક સભાને સંબોધિત કરશે. આ સ્ટેડિયમ ૧.૧૦ લાખ લોકોની ક્ષમતા ધરાવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here