ટ્રમ્પનો H1-B વિઝા કાયદો US કોર્ટે રદ કર્યો : કોરોનાની આડમાં ટ્રમ્પ કાયદો લાવ્યા હતા.

0
12

અમેરિકી કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર દ્વારા પ્રસ્તાવિત આઇટી કંપનીઓને વિદેશી કર્મચારીઓની નિમણૂક કરતા રોકતા H-1B વિઝાના બે નિયમની વિરુદ્ધમાં ચુકાદો આપતાં ત્યાંની આઇટી કંપનીઓના હજારો સ્કિલ્ડ ફોરેન વર્કર્સને રાહત સાંપડી છે. હવે ગેરમાન્ય ઠરી ચૂકેલા આ બે નવા નિયમ 7 ડિસેમ્બરથી અમલી બની રહ્યા હતા. એ અમલમાં આવ્યા હોત તો અમેરિકી કંપનીઓની સ્કિલ્ડ ફોરેન વર્કર્સ રાખવાની ક્ષમતામાં ધરખમ ઘટાડો થયો હોત, જેને કારણે કંપનીઓને અને સરવાળે અમેરિકી અર્થતંત્રને ભારે નુકસાન થાય તેમ હતું.

સ્પેશિયાલિટી ઓક્યુપેશન્સ પર લિમિટની જાહેરાત

ભારતના આઇટી પ્રોફેશનલ્સને જેનો ભારે મોહ છે તેવા H-1B વિઝા નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે અમેરિકી કંપનીઓને તજ્જ્ઞતા ધરાવતા વિદેશી વર્કર્સ રાખવાની છૂટ આપે છે. કોરોના મહામારીના કારણે અમેરિકામાં ઘણા લોકોએ નોકરી ગુમાવતાં ઓક્ટોબરમાં ટ્રમ્પ સરકારે સ્કિલ્ડ ફોરેન વર્કર્સને નોકરી પર રાખતી કંપનીઓ પર સેલરી રિક્વાયરમેન્ટ્સ લાદવાની અને સ્પેશિયાલિટી ઓક્યુપેશન્સ પર લિમિટની જાહેરાત કરી હતી. નવા નિયમો હેઠળ H-1B વર્કર્સનું લઘુતમ વેતન સરેરાશ 40% વધારાયું હતું, જેને કારણે કેટલાંક ક્ષેત્રોમાં તેઓ બજારમાંથી ફેંકાઈ જાય તેવી નોબત આવે તેમ હતી.

થર્ડ પાર્ટી માટે વિઝા વેલિડિટી 1 વર્ષ કરી

ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS)એ સ્પેશિયાલિટી ઓક્યુપેશનની અને એમ્પ્લોયી-એમ્પ્લોયર રિલેશનશિપની વ્યાખ્યા બદલી છે અને થર્ડ-પાર્ટી વર્કસાઇટ પર કામ કરતા વર્કર્સ માટે H-1B વિઝાની વેલિડિટી ત્રણને બદલે એક વર્ષની કરી છે. ઇન્ડસ્ટ્રી બૉડી નાસ્કોમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોર્ટે હાઇ સ્કિલ વિઝા પ્રોગ્રામ્સનું મહત્ત્વ સમજીને આપેલા ચુકાદાને અમે આવકારીએ છીએ. આ ચુકાદો અમેરિકી કંપનીઓને કોરોના મહામારી બાદની દુનિયામાં ઇકોનોમિક રિકવરી માટે નિર્ણાયક બની રહેનારી ટેલન્ટેડ વર્ક ફોર્સ મેળવવામાં મદદરૂપ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here