કાશ્મીર : ટ્રમ્પના મધ્યસ્થતા વાળા નિવેદનની ભારત-અમેરિકાના સંબંધો પર અસર પડી શકે છે- રાજકીય નિષ્ણાતો

0
32

વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા વિશે પહેલીવાર નિવેદન આપ્યું છે. પૂર્વ રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, ટ્રમ્પના આ નિવેદનથી ભારત-અમેરિકામા સંબંધો પર અસર થઈ શકે છે. ભારતમાં રહેતા અમેરિકાના પૂર્વ રાજદૂત રિચર્ડ વર્માએ કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે આજે ખૂબ મોટુ નુકસાન કર્યું છે. કાશ્મીર અને અફઘાનિસ્તાન વિશે તેમના નિવેદન ખૂબ ખોટી રીતે ટાર્ગેટ કરીને કહેવામાં આવ્યા છે.

ભારતીય વિદેશ મંત્રાલયે ટ્રમ્પનું નિવેદન નકાર્યું

  • ટ્રમ્પે સોમવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મોદી બે સપ્તાહ પહેલાં મારી સાથે હતા અને તેમણે કાશ્મીર મામલે મધ્યસ્થતા વિશે રજૂઆત કરી છે. આ વિશે પ્રતિક્રિયા આપતા ઈમરાન ખાને કહ્યું હતું કે, જો તમે એવું કરાવી શકો તો અબજો લોકો તમને દુઆ આપશે.
  • ભારતીય વિદેશ મંત્રાલયે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સના એક કલાક પછી જ ટ્રમ્પના દાવાને નકારી દીધો હતો. મંત્રાલય તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે આ વિશે કોઈ વાત નથી થઈ. ભારત તેના નિર્ણય પર અડગ છે. પાકિસ્તાન સાથે દરેક મુદ્દાનો ઉકેલ દ્વીપક્ષીય વાતચીતથી જ આવશે.

ટ્રમ્પને ટૂંક સમયમાં જ દક્ષિણ એશિયાઈ દેશોના દાવ સમજાશે: હક્કાની

  • પાકિસ્તાનના પૂર્વ રાજદૂત હુસેન હક્કાનીએ પણ આ વિશે તેમનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પને ટૂંક સમયમાં જ દક્ષિણ એશિયાઈ મુદ્દાઓની મુશ્કેલી સમજાશે. તેમણે અફઘાનિસ્તાનના એક મુદ્દે પાકિસ્તાનની મદદ માંગી હતી. તેમને લાગે છે કે, પાકિસ્તાન પણ તેમની પાસેથી આ જ ઈચ્છે છે.
  • હક્કાનીએ કહ્યું, ટ્રમ્પે ઈમરાનના એ જ રીતે વખાણ કર્યા જે રીતે નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ તેમના વખાણ કરે છે. કોઈ સમજૂતી પર પહોંચવા માટેની તેમની આ પદ્ધતિ છે. પરંતુ જે રીતે કોરિયા મામલે કોઈ સમજૂતી ન થઈ શકી , તેનાથી તેમને ખ્યાલ આવશે કે દક્ષિણ એશિયાના ઐતિહાસીક મુદ્દાઓ એક રિયલ એસ્ટેટ ડીલ કરતા વધારે મુશ્કેલ હોય છે.

ટ્રમ્પ કોઈ પણ તૈયારી વગર ઈમરાન સાથે મીટિંગમાં ગયા

  • વિદેશ મંત્રાલયના પૂર્વ રાજકિય એલિસા આયર્સે કહ્યું, મને લાગે છે કે, ઈમરાન સાથેની મુલાકાત માટે ટ્રમ્પે કોઈ પણ તૈયારી વગર ગયા હતા. તેમણે જે વગર વિચાર્યે નિવેદન આપ્યું છે તે આ જ દર્શાવે છે. કાશ્મીર વિશે તેમણે જે નિવેદન આપ્યું છે તે ભારત સરકારે અમુક કલાકોમાં જ નકારી દીધું છે. રાજકારણમાં દરેક નાની વાતનું ધ્યાન રાખવામાં આવે છે. પછી તે ભાષા હોય કે ઈતિહાસનું તથ્ય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here