નવરાત્રીના સમયે હેલ્ધી રહેવા માટે ટ્રાય કરો આ સાત્વિક પીણાં

0
10

નવરાત્રી અને દશેરામાં તમે તમારી રીતે ઉપવાસ કરવા માટે તૈયાર થઇ શકો છો અને આ ઉત્સવમાં પોતાની હેલ્થને ન ભૂલશો. આ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે નવરાત્રીની શરૂઆતથી લઇને દિવાળી સુધીના દિવસોમાં વાતાવરણમાં મોટા મોટા ફેરફાર થતા હોય છે. લાંબા સમય સુધી ગરમીઓ બાદ શિયાળાની શરૂઆત થતા જ ફ્લૂ થવાની શક્યતાઓ વધી જાય છે. સામાન્ય શરદી અને સામાન્ય એલર્જીની સાથે પાચન સંબંધિત સમસ્યા થવાની શક્યતાઓ વધી જાય છે. વર્ષ 2020માં તમારે કોવિડ-19 મહામારીનો સામનો કરવા સાથે પર્વની ઉજવણી કરતી વખતે રોગ પ્રતિકારક શક્તિનું પણ ધ્યાન રાખવું પડશે.. ઇમ્યૂન સિસ્ટમને વધારવા માટે તમારે સંપૂર્ણ સ્વાસ્થ્યની સાથે વાતાવરણના બદલાવ અનુસાર સાત્વિક પીણા પીવા જોઇએ.

કાઢા :

ભારતીય આયુર્વેદ, યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા, સિદ્ધ અને હોમ્યોપેથી મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ ત્રણ પીણામાંથી એક, કાઢો સૌથી વધુ લાભદાયી આયુર્વેદિક પીણું છે. આ પીણું તુલસી, તજ, બ્લેક પેપર (મરી), આદુ, હળદર અને કિશમિશના મિશ્રણથી બનાવવામાં આવે છે. ક્યારેક ક્યારેક તેમાં મુલેઠી અને ગિલોચને પણ મિક્સ કરવામાં આવે છે. કાઢો જરૂરી એન્ટી-ઑક્સીડેન્ટ્સથી ભરપૂર હોય છે જે તમારી ઇમ્યૂનિટીને સ્ટ્રોન્ગ કરે છે.

ત્રિફળાનો રસ

આયુર્વેદ પર આધારિત તાજેતરમાં જ જાહેર કોવિડ-19 ઉપચાર પ્રોટોકોલમાં, આયુષ મંત્રાલયે ભલામણ કરી છે કે સામાન્ય જનતા ત્રિફળા અને મુલેઠીને પાણીમાં ઉકાળીને તેનાથી કોગળા કરી શકે છે. કોગળા કરવા ઉપરાંત, તમે ઘરે જ ત્રિફળાનો રસ બનાવી શકો છો. ત્રિફળાના રસમાં અમલાકી (આમળા), બિભીતકી, હરતકી હોય છે, જે તમામ વિટામિન ‘સી’, ગેલિક એસિડ અને એન્ટીઑક્સીડેન્ટથી ભરપૂર હોય છે. તેનાથી તમારી રોગ પ્રતિકારક પ્રણાલીમાં સુધારો થવાની શક્યતાઓ વધે છે.

હળદર-દૂધ

હળદરવાળું દૂધ જેને ગોલ્ડન ડ્રિન્કના નામથી ઓળખવામાં આવે છે, ફાયદાકારક અને સ્વાદિષ્ટ બંને છે. હળદરમાં કર્ક્યૂમિન નામનું એક તત્ત્વ હોય છે જેના કારણે તેમાં એન્ટી-સેપ્ટિક, એન્ટી-ઈન્ફ્લેમેટરી, એન્ટી-વાયરલ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે. જ્યારે દૂધ અને મધમાં હળદરનું મિશ્રણ કરવામાં આવે છે અને રાત્રે સૂતાં પહેલા તેનું સેવન કરવામાં આવે છે ત્યારે તે તમને સારી ઊંઘની સાથે તમારી ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે અને આ સાથે જ તમારું શરીર ડિટૉક્સિફાઇડ થાય છે અને આ દુખાવાથી રાહત અપાવે છે.

આદુ-તુલસીની ચા

બે અવિશ્વસનીય આયુર્વેદિક તત્ત્વોનાં મિશ્રણથી બનાવવામાં આવેલી એક ચા, જેમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી-ઇન્ફ્લેમેટરી, એન્ટી-ફંગલ, એન્ટી-વાઇરલ અને એનાલ્જેસિક જેવા ગુણ છે, જે તમારી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે. તુલસી અને આદુ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ ચા બનાવવા માટે આદુ અને તુલસીના પાંદડાંઓને પાણી સાથે ઉકાળો અને તેને પીતાં પહેલા તેમાં મધ અથવા લીંબૂનો રસ મિક્સ કરો. આ આયુર્વેદિક પીણાનું સેવન દિવસમાં કોઇ પણ સમયે કરી શકાય છે.

પિત્ત-સંતુલનવાળી ચા

આયુર્વેદ અનુસાર, પિત્ત દોષ એક નબળી ઇમ્યૂન સિસ્ટમના મુખ્ય કારણોમાંથી એક છે, જે ચિંતા, અપચો, ઉત્તેજના, ખીલ અને અસંતોષ તરફ લઇ જાય છે. આ અસંતુલનને દૂર કરવાની એક પદ્ધતિ એ છે કે બધી જડ્ડી-બૂટીઓ અને મસાલામાંથી બનતા કાઢાને પીને પિત્તને શાંત કરી શકાય છે. જીરું, કોથમીરના બીજ, વરિયાળીના બીજ, તાજી કોથમીર અને ગુલાબની પાંખડીઓને પાણીમાં ઉકાળીને તમે આ ચાને પાંચ મિનિટમાં સરળતાથી બનાવી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here