24 સપ્ટેમ્બરનું રાશિફળ : મંગળવાર બારેય રાશિ માટે અતિશુભ રહેશે, બધાનો દિવસ શાંતિપૂર્ણ પસાર થશે

0
0

મેષ

પોઝિટિવઃ– આજનો દિવસ સારો રહેશે. કારોબારમાં લાભ પ્રાપ્તિના યોગ છે. સમાજના કાર્યોમાં આજે તમે ઉત્સાહની સાથે ભાગ લેશો. માનસિક શાંતિની શોધમાં આધ્યાત્મ સાથે જોડાવવાનો અવસર મળશે. અભ્યાસમાં રસ વધશે. મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. આજનો દિવસ ચુનોતીભર્યો રહેશે.

નેગેટિવઃ– દાંપત્યજીવનમાં કોઇ વાતને લઇને તણાવ થઇ શકે છે, જેનાથી ધૈર્યશીલતામાં ઉણપ આવશે. પોતાની અંદર બદલાવ લાવવાની કોશિશ કરવી. મનમાં નકારાત્મક વિચાર આવી શકે છે. જીવનને લઇને કોઇ કઠોર નિર્ણય કરી શકો છો.

લવઃ– પ્રેમ સંબંધને લઇને તણાવનું વાતાવરણ ઉત્પન્ન થઇ શકે છે. બિનજરૂરી એકબીજા સાથે મનમુટાવ થવાના કારણે તમારા સંબંધ ઉપર અસર પડી શકે છે.

વ્યવસાયઃ– કામકાજ સાથે સંબંધિત અર્થલાભ પ્રાપ્તિ માટે પ્રયાસ સફળ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– કોઇ લાંબી બીમારીમાંથી છુટકારો મળતો જોવા મળી રહ્યો છે.

 

વૃષભ

પોઝિટિવઃ– આજનો દિવસ મિશ્રિત રહેશે. આર્થિક લાભના યોગ બની રહેશે. મિત્રો સાથે મોજ-મસ્તીનો સમય તમે કાઢી શકશો. જોકે, મિત્રોની પાછળ ધન ખર્ચ થઇ શકે છે. પતિ-પત્ની વચ્ચે તાલમેલ બની રહેશે, જેનાથી પરિવારનું વાતાવરણ તમારી અનુકૂળ રહેશે.

નેગેટિવઃ– બિનજરૂરી ખર્ચ વધવાથી આર્થિક સ્થિતિ નબળી થઇ શકે છે. વાદ-વિવાદથી બચવું. તમારા કામ કરવાની રીતમાં બદલાવ લાવવો. સરકારી કાર્યોમાં સફળતા મળશે. લોકોનો વ્યવહાર તમારા માટે નિરાશાજનક રહેશે.

લવઃ– પ્રેમ સંબંધને લઇને તણાવ ઉત્પન્ન થઇ શકે છે.

વ્યવસાયઃ– નવું કામ શરૂ થઇ શકે છે. અચાનક ધનલાભના યોગ છે, પરંતુ લેણ-દેણથી બચવું.

સ્વાસ્થ્યઃ– ગરમીના વાતાવરણમાં તરલ પદાર્થોનું સેવન વધારે કરવું.

 

મિથુન

પોઝિટિવઃ– આજનો દિવસ શુભ રહેશે. પરિવારમાં સુખ અને ધનની વૃદ્ધિ થશે. જૂના લોકો સાથે સંબંધમાં સુધાર થશે, જેનાથી મોટી સફળતા પણ મળી શકે છે. કારોબારમાં નવી યોજનાઓની શરૂઆત થઇ શકે છે. કોઇ યાત્રા પર જઇ શકો છો. પરિવારનું વાતાવરણ આનંદ આપનારું રહેશે.

નેગેટિવઃ– કોઇ દુર્ઘટના પણ થઇ શકે છે, માટે વાહન સાવધાનીથી ચલાવવાં. કાર્યક્ષેત્રમાં કર્મચારીઓના કારણે મન પરેશાન રહેશે. આજે વિના કારણે તમારું મન બેચેન રહેશે, જેના કારણે કોઇ કામમાં મન લાગશે નહીં. શાંતિ માટે યોગ અને ધ્યાન કરવાની કોશિશ કરવી.

લવઃ– જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના છે. જીવનસાથી સાથે મધુર સંબંધ જાળવી રાખવો તમારી માટે ફાયદાકારક રહેશે.

વ્યવસાયઃ– તમારી સમજણથી કારોબારમાં સારો લાભ મળશે. બિઝનેસમાં સપળતા મળશે અને ફાયદો થશે.

સ્વાસ્થ્યઃ– ખરાબ સ્વાસ્થ્યના કારણે તમે તમારા જરૂરી કામો કરી શકશો નહીં.

કર્ક

પોઝિટિવઃ– આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. પરિજનો અને મિત્રો પાસેથી તમને પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. સમાજમાં યશ, માન અને સન્માનમાં વધારો થશે. કોઇ ધાર્મિક યાત્રા પર જઇ શકો છો. જીવનશૈલી અને રહેણી-કરણીમાં બદલાવ લાવવાની કોશિશ કરશો. કારોબારી સ્થિતિ આશાજનક રહેશે. પરિવારમાં આનંદનું વાતાવરણ બની રહેશે.

નેગેટિવઃ– આકસ્મિક ધનલાભના યોગ પણ બની રહ્યા છે, પરંતુ બિનજરૂરી અને ખોટાં ખર્ચ પણ વધારે થશે, જેના કારણે પરિવારમાં ક્લેશ ઊભો થઇ શકે છે. વધારે કાર્યભાર હોવાથી વધારે વ્યસ્ત રહેશો. વાદ-વિવાદ અને ઝગડાના કારણે માનસિક કષ્ટ વધશે.

લવઃ– સંકલ્પ દ્દઢ ઇચ્છા શક્તિ સાથે પ્રેમ સંબંધને સારી દિશા આપવાનો પ્રયાસ કરવો. જેનાથી સ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે.

વ્યવસાયઃ– નોકરીમાં પ્રમોશનનો યોગ બની શકે છે. કાર્યભારમાં વૃદ્ધિ અને વ્યવસાયિક ક્ષેત્રમાં પ્રવાસ થવાની સંભાવના રહેશે.

સ્વાસ્થ્યઃ– સારી દિનચર્યાના કારણે તમારા સ્વાસ્થ્યમાં સુધાર આવશે.

 

સિંહ

પોઝિટિવઃ– પારિવારિક સુખ અને ધનમાં વધારો થશે. સમાજના કાર્યોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઇ શકશો. પરિજન-મિત્રો સાથે માંગલિક આયોજનમાં સામેલ થવાના અવસર મળશે. પરિજનો-મિત્રોની સાથે વધારે સમય વિતાવી શકશો. કારોબાર સાથે સંબંધિત સારા સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ– દુશ્મનોએ સંભાળીને રહેવું અને યાત્રા પર જવાથી બચવું. ઉતાવળમાં નિર્ણય લેવાથી બચવું. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઇ શકે છે. નવા કાર્યનો શુભારંભ કરવાથી બચવું. નહીંતર નુકસાન થશે.

લવઃ– કોઇ સારી ગિફ્ટ આપીને તમે તમારા મનની વાત પ્રેમીને વ્યક્ત કરી શકો છો.

વ્યવસાયઃ– નોકરિયાત લોકોને થોડાં સમય માટે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

સ્વાસ્થ્યઃ– ખાન-પાનનું ધ્યાન રાખશો તો સ્વાસ્થ્ય સારું રહેશે. માથાનો દુખાવો પરેશાન કરી શકે છે.

 

કન્યા

પોઝિટિવઃ– વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. શૈક્ષિક કાર્યોના સુખદ પરિણામ મળશે. વડીલોથી લાભ પ્રાપ્ત થશે. પ્રતિસ્પર્ધિઓનો સામનો કરવામાં સફળ રહેશો. વધારે પરીશ્રમ કરવો પડી શકે છે. તન અને મનની પ્રસન્નતા રહેશે તથા સુખ તથા આનંદની પ્રાપ્તિ થશે.

નેગેટિવઃ– શારીરિક અને માનસિકરૂપથી સ્વસ્થ રહેશે. પરંતુ નકારાત્મક વિચાર પરેશાનીમાં મુકી શકે છે. પરિજનો સાથે વાદ-વિવાદ થઇ શકે છે. ખોટાં ઝગડાથી દૂર રહેવું. બહારગામની યાત્રા પર જવાથી બચવું.

લવઃ– જીવનસાથીને લઇને સ્થિતિઓ શુભ રહેશે. જીવનસાથી સાથે ક્યાંક ફરવાનો અવસર પ્રાપ્ત થઇ શકે છે.

વ્યવસાયઃ– કારોબારમાં લાભ મળશે અને વૈચારિક સમૃદ્ધિ વધશે. નોકરીમાં સહયોગિયોનો સાથ મળશે.

સ્વાસ્થ્યઃ– ખાન-પાનનું ધ્યાન રાખવું.

તુલા

પોઝિટિવઃ– કોઇ શુભ સમાચાર મળી શકે છે, જેનાથી મન પ્રસન્ન રહેશે. કોઇ આનંદદાયક યાત્રા પર જવાની સંભાવના રહેશે. મિત્રોનો સહયોગ મળશે, જેના કારણે કાર્યક્ષેત્રમાં દરેક કાર્ય સફળ થશે. પરિજનો સાથે આનંદમાં સમય વ્યતીત થશે.

નેગેટિવઃ– વાણી પર સંયમ રાખીને પોતાને દુઃખી થતાં બચાવી શકો છો. કોર્ટ-કચેરીના વિષયોમાં સાવધાનીથી પગલાં ભરવાં. બિનજરૂરી ખર્ચ વધવાથી મન દુવિધાઓમાં ગુંચવાઇ શકે છે. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું લાભદાયી રહેશે.

લવઃ– પારિવારિક સ્થિતિઓને સુદ્દઢ બનાવવાની કોશિશ તમારા માટે સારી સાબિત થઇ શકે છે.

વ્યવસાયઃ– નોકરીમાં સ્થાન પરિવર્તનની સંભાવના બની રહી છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સંબંધી પરેશાની થઇ શકે છે.

 

વૃશ્ચિક

પોઝિટિવઃ– આજનો દિવસ શુભ રહેશે. વારસાગત સંપત્તિથી લાભ થવાની સંભાવના રહેશે. વધારે મહેનતથી કાર્યોમાં સફળતા મળશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. નવા કાર્યોની શરૂઆત કરી શકો છો. રાજનીતિ સાથે જોડાયેલાં કોઇ સામાજિક કાર્યમાં ભાગ લઇ શકશો.

નેગેટિવઃ– પરિવારનું વાતાવરણ તમારી માટે અનુકૂળ રહેશે. શારીરિક શિથિલતાથી માનસિક ચિંતા બની રહેશે. વેપારમાં અવરોધ આવે તેવી સંભાવના છે. સંયમ રાખવો નહીંતર ઉચ્ચ અધિકારીઓ સાથે વિવાદ થઇ શકે છે.

લવઃ– તમને પ્રેમ જીવનમાં સારા પરિણામ મળશે. આજનો દિવસ તમારી લવ લાઇફ માટે સારો સાબિત થઇ શકે છે.

વ્યવસાયઃ– કામકાજની દ્રષ્ટિએ તમારું જીવનની પ્રગતિના પથ પર છે. કારોબારમાં લાભ મળશે.

સ્વાસ્થ્યઃ– ખાન-પાનનું ધ્યાન રાખવું પડશે, નહીંતર પાચનક્રિયા ખરાબ થઇ શકે છે.

 

ધન

પોઝિટિવઃ– આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. કારોબારમાં સારો નફો થવાથી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. ઉન્નતિના નવા રસ્તાઓ ખુલશે. ખેતી સાથે જોડાયેલાં લોકોને સારો ફાયદો થશે. પરિવાર સાથે ક્યાંક ફરવા જઇ શકો છો. આ યાત્રાથી માનસિક રૂપથી શાંતિ મળશે.

નેગેટિવઃ– થોડી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમસ્યાઓ નાની-નાની હશે, એવામાં તમે પોતાને માનસિકરૂપથી શાંત રાખવાનો પ્રયાસ કરો. જીવનસાથી સાથે વાતચીતમાં થોડી નરમી રાખવી.

લવઃ– લવ પાર્ટનર સાથે તમારો તાલમેલ સારો જોવા મળશે. તમે તેની સાથે ટ્રિપ પર પણ જઇ શકો છો.

વ્યવસાયઃ– સમજી-વિચારીને સલાહ લઇને જ પ્રોપર્ટીમાં રોકાણ કરો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સંબંધી ફરિયાદ થઇ શકે છે, માટે ડોક્ટરોની સલાહ જરૂર લેવી.

મકર

પોઝિટિવઃ– સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિઓ હોવા છતાં વ્યાવસાયિક ક્ષેત્રોમાં ધનલાભ તથા ઉન્નતિના યોગ બને છે. મિત્રો પાસેથી મદદ મળશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. ધાર્મિક આયોજન કરી શકો છો. તમારા જ્ઞાનથી અન્ય લોકો ખૂબ જ પ્રભાવિત થશે.

નેગેટિવઃ– કામકાજ બાધિત થવાના કારણે માનસિક અશાંતિ તથા પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. કોઇ અજાણ સમસ્યા સામે આવી શકે છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. તમારી સમસ્યાના સમાધાન માટે મિત્રો પાસેથી મદદ માંગી શકો છો.

લવઃ– અનેક પરિસ્થિતિઓ એવી પણ આવશે જેમાં તમને નિરાશા હાથ લાગશે. તમારે તણાવનો સામનો પણ કરવો પડી શકે છે.

વ્યવસાયઃ– કારોબારમાં સારો નફો થઇ શકે છે. નોકરીમાં ઉન્નતિ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું અને ખાનપાન પર ધ્યાન આપવું.

 

કુંભ

પોઝિટિવઃ– નવા લોકોને ઘણું શીખવાનો અવસર મળશે અને કામમાં સફળતા મળશે. કોઇ જૂના મિત્રને મળવાથી મનમાં ઉત્સાહ બની રહેશે. જૂની યાદો તાજા થઇ શકે છે. મહેનતથી કરેલાં પ્રયાસોમાં સફળતા હાંસલ થશે. પારિવારિક સંબંધ મજબૂત બનશે.

નેગેટિવઃ– આવકની તુલનાએ ખર્ચ વધારે રહેશે. ગુસ્સા ઉપર નિયંત્રણ અને વાણી પર સંયમ રાખવો. જે કામ કરો તે મહેનતથી કરો. સફળતા અવશ્ય મળશે. બિનજરૂરી વાતો પર ધ્યાન આપવું નહીં.

લવઃ– તમારી જૂની યાદોને તમે એવા લોકો સાથે શેયર કરશો જેની સાથે તમારો ખૂબ જ સારો સંબંધ છે.

વ્યવસાયઃ– જે લોકો બેરોજગાર છે તેમને નોકરી મળવાના યોગ બની રહ્યા છે.

સ્વાસ્થ્યઃ– કોઇ જૂની બીમારીથી રાહત મળી શકે છે.

 

મીન

પોઝિટિવઃ– તમારે ખૂબ જ સમજી-વિચારીને નિર્ણય લેવો જોઇએ. તમારા નિર્ણયો અનેક લોકોનું સારું કરી શકે તેમ છે. વિચારેલાં દરેક કાર્યો પૂર્ણ થશે. વિદેશ યાત્રાનો યોગ બની શકે છે. કરિયરની નવી શરૂઆત થવાના યોગ બની રહ્યા છે. કોઇ કામના કારણે બહારગામ જવાનું થઇ શકે છે.

નેગેટિવઃ– માનસિક રૂપથી દુવિધાઓ અને ગુંચવણમાં ફસાયેલાં રહેશો. સંતાન પક્ષ તરફથી ચિંતા રહેશે. દાંપત્ય જીવનમાં વિવાદ થઇ શકે છે તથા કારોબારના ક્ષેત્રમાં મનમુટાવ થઇ શકે છે. ધનહાનિ અને યશહાનિ થવાની સંભાવના છે.

લવઃ– રોમાન્સની દ્રષ્ટિથી દિવસ સારો રહેશે. જે જાતકો પ્રેમની શોધમાં છે તેમને પ્રેમ મળી જશે.

વ્યવસાયઃ– નોકરીમાં ઉન્નતિ મળી શકે છે. ઉચ્ચ અધિકારીઓની કૃપા દ્રષ્ટિ બની રહેશે.

સ્વાસ્થ્યઃ– સફર માટે દિવસ વધારો સારો નથી. આરોગ્ય ઉત્તમ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here