સુરત : ગુરૂકુળમાં તુલસી વિવાહ યોજાયા, શાકભાજીની હાટડીમાં ભગવાન સામે 70 પ્રકારના શાક ધરાયા.

0
7

વેડરોડ સ્થિતિ સ્વામિનારાયણ ગુરૂકુળમાં અનોખી ઉજવણી કરવામાં આવી છે. શાકભાજીીન હાટડી અને તુલસી વિવાહનું સંતોની હાજરીમાં આયોજન કરવામાં આવ્યું હતું. સોશિયલ ડિસ્ટન્સના નિયમો સાથે ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ઉજવણીની સાથે સાથે પ્રભુને કોરોના સંક્રમણમાંથી વહેલી મુક્તિ આપવા પ્રાર્થના કરવામાં આવી હતી.

ભગવાન સામે અલગ અલગ પ્રકારના શાકભાજી ધરાવીને હાટ ઉભું કરાયું હતું.
ભગવાન સામે અલગ અલગ પ્રકારના શાકભાજી ધરાવીને હાટ ઉભું કરાયું હતું.

 

શાકભાજીની હાટડી ભરાઈ

ધરતી ઉપર નવા વર્ષના દિવસોમાં નવા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં પાક્યા હોય છે ત્યારે ઠાકોરજી ની આગળ શાકભાજીની હાટડી ભરાતી હોય છે. ભારતીય સંસ્કૃતિની વૈષ્ણવી ધારા અનુસાર વેડ રોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સુરત ખાતે નવા વર્ષના છેલ્લા દિવસોમાં કાર્તિક પૂર્ણિમાને દિવસે ઠાકોરજી આગળ શાકભાજીની હાટડી ભરવામાં આવેલ. પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર 70 પ્રકારના વિવિધ શાકભાજીની 1500 કિલોની હાટડી શ્રી ઘનશ્યામ મહારાજ આગળ ભરવામાં આવેલ. વહેલી સવારે ગુરુકુળના મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીએ ભગવાનનું મહાપૂજન કરેલ. સવારે 6-30વાગે સંતોએ વિવિધ પ્રકારની આરતીઓથી આરતી ઉતારી ધન્યતા અનુભવેલ.

ગુરુકુળના પટાંગણમાં રંગે ચંગે તુલસી વિવાહ યોજાયા હતાં.
ગુરુકુળના પટાંગણમાં રંગે ચંગે તુલસી વિવાહ યોજાયા હતાં.

 

તુલસી વિવાહ યોજાયા

વેડરોડ સ્વામિનારાયણ ગુરુકુલ સુરત ખાતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલા બાળલાલજીની પૂજા કરે તે લાલજી તેમણે બોટાદ પાસેના કુંડળ ગામના શ્રી રાય બાઈને રાજીપા રૂપે આપેલ. તે પ્રસાદીના લાલજી સુરત ગુરુકુળ માં વિરાજે છે. તુલસી વિવાહ પ્રસંગે આ લાલજી મહારાજની જાન વર પક્ષના રાકેશભાઈ હિંમતભાઈ દુધાત લઈને આવેલ, જ્યારે કન્યાપક્ષે પ્રદિપભાઈ તથા પ્રકાશભાઈ રાખોલીયાએ લાભ લીધેલ.ઠાકોરજી નિદાન ગુરુકુળ પરિસરમાં પધારતા ગુરુકુળના મહંત ધર્મવલ્લભદાસજી સ્વામી તથા પ્રભુ સ્વામીએ લાલજી નું પૂજન કર્યું હતું. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ બેન્ડવાજા વજાડી લાલજી નું સ્વાગત કરેલ.