ભારતનુ જાની દુશ્મન બની રહેલુ તુર્કી હવે પાકને ચાર યુધ્ધ જહાજો આપશે

0
69

નવી દિલ્હી, તા.1 માર્ચ 2020, રવિવાર

ભારત સામે તુર્કીની દુશ્મનાવટ વધારેને વધારે ઘેરી બની રહી છે. તુર્કીએ ભારતના જાની દુશ્મન પાકિસ્તાનને દોસ્ત બનાવી લીધુ છે અને આ દોસ્તી વધારે મજબૂત બની રહી છે.

હવે તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોગને પાકિસ્તાનને ચાર યુધ્ધ જહાજો આપવાની જાહેરાત કરી છે.સ્વાભાવિક છે કે, તુર્કી પારિસ્તાનને લશ્કરી રીતે પણ મજબૂત બનાવી રહ્યુ છે. ભારત સામે તુર્કી કાશ્મીર મુદ્દે અવાર નવાર ભડકાઉ નિવેદનો આપી રહ્યુ છે.

ચાર જહાજ આપવાની જાહેરાત સાથે તુર્કીના રક્ષા મંત્રીએ કહ્યુ હતુ કે, તુર્કી પાકિસ્તાનની સેનાને પોતાની જ સેના માને છે.

તુર્કી અને પાકિસ્તાન વચ્ચે થયેલા કરાર પ્રમાણે ચારમાંથી બે જહાજો તુર્કીમાં જ બનાવાશે અને બીજા બે જહાજો પાકિસ્તાનમાં બનશે. પહેલુ જહાજ પાકિસ્તાનને 2023માં મળી જશે.

ગયા વર્ષે કલમ 370 હટાવવાના મુદ્દે તુર્કીએ ભારતની ટીકા કરીને પાકિસ્તાનનો સાથ આપ્યો હતો. ત્યારથી તુર્કી ભારતની સામે પડીને અટકચાળા કરી રહ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here