એમએક્સ પ્લેયર પર ટર્કીશ ડ્રામા સિરીઝ ધ ચોઈસ હિંદી, તેલુગુ અને તમિળમાં ઉપલબ્ધ

0
10

એમએક્સ વિદેશી એવા પિતાની વાત લાવી રહી છે જે પોતાના પુત્રનું રક્ષણ કરવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. એમએક્સ પ્લેયર પર ટર્કીશ ડ્રામા સિરીઝ ધ ચોઈસ હિંદી, તેલુગુ અને તમિળમાં હવે ઉપલબ્ધ થઇ રહી છે.

તમારા સ્ક્રીન પર અમુક ઉત્તમ આંતરરાષ્ટ્રીય શો લાવતાં એમએક્સ વિદેશી સ્થાનિક ભાષામાં ડબ્ડ આંતરરાષ્ટ્રીય શોનો સૌથી વિશાળ કેટલોગ હોસ્ટ કરે છે. એમએક્સ પ્લેયર દરેક બુધવારે 2 આંતરરાષ્ટ્રીય શો રિલીઝ કરી રહી છે અને આ સપ્તાહમાં મંચે ટર્કીશ ડ્રામા સિરીઝ ધ ચોઈસની ઘોષણા કરી છે, જે હિંદી, તમિળ અને તેલુગુમાં જોઈ શકાશે.

ઉલુકબેરક્તર દ્વારા દિગ્દરશિત ટર્કીશ ડ્રામા સિરીઝ ઈરફાન (હલિત અર્જેન્ક)ની જીવનની વાર્તા છે, જે ઈકોનોમીનો પ્રોફેસર છે. વિશ્વસનીય પુરુષ, વહાલો પિતા અને ઈદા (નુર ફેત્તાહોગલુ)નો સારો પતિ પણ છે. તે મધ્યમ જીવન જીવી રહ્યો છે, પરંતુ તેનો સાથી ડીન તરીકે પ્રમોશન માટે તેની સાથે દગો કરે ત્યારે તેનું જીવન ઊલટસુલટ થઈ જાય છે. 20 વર્ષની શૈક્ષણિક કારકિર્દી પછી તે બેરોજગાર હોવાનું મહેસૂસ કરે છે. કાયદાની મદદ લેવામાં નિષ્ફળ જતાં તે નિઃસહાય બની જાય છે. તેમાં વળી તપાસના ભાગરૂપે તેનાં બેન્ક ખાતાં સીલ થતાં અને તેના 7 વર્ષના પુત્રને મગજની ગાંઠનું નિધન થયું છે એવું જાણતાં તે સાવ ભાંગી પડે છે. જોકે તેના પુત્રના ઓપરેશન માટે ગમે તે ભોગે તે નાણાંની વ્યવસ્થા કરવા બેબાકળો બને છે. તેની સામે ઘણા બધા અવરોધો છે અને તેણે હવે તે બધા પાર કરવાના છે.

વધુ જાણવા માટે જોતા રહો એમએક્સ પ્લેયર અને જોતા રહો ધ ચોઈસ, તમારી અગ્રતાની ભાષામાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here