કાશ્મીરમાં સિરિયાથી આતંકીઓ મોકલવા માગે છે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન, ગ્રીસના પત્રકારનો ચોંકાવનારો ઘટસ્ફોટ

0
3

તુર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ એર્દોગનનો પાકિસ્તાન પ્રેમ કોઈનાથી છૂપો નથી, એર્દોગન અનેકવાર સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી પણ કાશ્મીરમુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરી ચૂક્યા છે. હવે ગ્રીસના એક જાણીતા પત્રકારે પોતાના રિપોર્ટમાં તુર્કીના રાષ્ટ્રપતિના નાપાક ઈરાદાનો ઘટસ્ફોટ કર્યો છે. ગ્રીસના પત્રકાર એન્ડ્રિયાસ માઉન્ટજૌરોલીએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે એર્દોગન પાકિસ્તાનની સહાયતા માટે કાશ્મીરમાં સિરિયાના વિદ્રોહી આતંકીઓને મોકલવાની યોજના બનાવી રહ્યા છે. એના માટે તુર્કીના અધિકારીઓએ અનેક આતંકી સંગઠનો સાથે પણ વાત કરી છે.

સિરિયન નેશનલ આર્મીના કમાન્ડરે તુર્કીની ચાલ જણાવી

ગ્રીસની ન્યૂઝ વેબસાઈટ Pentapostagma પર પ્રસિદ્ધ પોતાના લેખમાં એન્ડ્રિયાસ માઉન્ટજૌરોલીએ લખ્યું છે કે સિરિયન નેશનલ આર્મી મિલિશિયાના સુલેમાન શાહ બ્રિગેડ્સના કમાન્ડર મોહમ્મદ અબુ ઈમ્સાએ થોડા દિવસ અગાઉ જ પોતાના સાથી મિલિશિયા સભ્યોને કહ્યું છે કે તુર્કી અહીંથી કાશ્મીરમાં પોતાના કેટલાક યુનિટ્સને તહેનાત કરવા માગે છે. સુલેમાન શાહ બ્રિગેડ્સને તુર્કીનું ખુલ્લું સમર્થન હાંસલ છે, જેનું ઉત્તરીય સિરિયાના અફરીન જિલ્લા પર સંપૂર્ણ નિયંત્રણ છે.

કાશ્મીર જનારા આતંકીઓને મળશે 2000 ડોલર

સુલેમાન શાહ બ્રિગેડના કમાન્ડર અબુ ઈમ્સાએ એમ પણ કહ્યું છે કે તુર્કીના અધિકારી સિરિયાનાં અન્ય સશસ્ત્ર સંગઠનો સાથે આ મામલે વાત કરી રહ્યા છે. તેઓ આતંકી સંગઠનોના કમાન્ડરો સાથે એ લોકોનાં નામ બતાવવા કહી રહ્યાં છે જેઓ કાશ્મીર જવા ઈચ્છે છે. અબુ ઈમ્સાએ કહ્યું છે કે કાશ્મીર જનારા આતંકીઓને તુર્કી તરફથી 2000 ડોલરની રકમ અપાશે. કમાન્ડરે પોતાના સંગઠનને કહ્યું હતું કે કાશ્મીર પણ એટલું જ પહાડી છે જેટલું આર્મેનિયાનું નાર્ગોનો કારાખાબ છે.

આર્મેનિયાની વિરુદ્ધ પણ તુર્કીએ મોકલ્યા હતા આતંકી

તુર્કીએ આર્મેનિયાની સાથે લડાઈમાં ખુલીને અજરબૈજાનનો સાથ આપ્યો હતો. એટલું જ નહીં, તુર્કીએ સિરિયામાં પોતાના સહયોગી આતંકી સંગઠનના લડાકુઓને કારાખાબમાં લડાઈ માટે તહેનાત પણ કર્યા હતા. ખુદ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રોને આ વાત અંગે સમર્થન આપ્યું હતું. ‘કિલિંગ મશીન’ તરીકે ઓળખાતા આ આતંકવાદીઓને મુસ્લિમ દેશ અઝરબૈજાનના પક્ષમાં ઈસાઈ દેશ આર્મેનિયા સાથે યુદ્ધ માટે ઘણા પૈસા પણ આપવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here