ઈમ્યૂનિટી વધારવામાં હળદર છે અનેક રીતે ગુણકારી, આ રીતે કરી શકો ઉપયોગ

0
0

હાલમાં ચાલી રહેલા કોરોનાકાળમાં સૌ કોઈ પોતાની ઈમ્યૂનિટી મજબૂત કરવા માગે છે. એક સંશોધનમાં સામે આવ્યુ છે કે, જે લોકો બિમાર રહે છે, તેમની ઈમ્યૂનિટી ઘણી ઓછી હોય અને કમજોર હોય છે. ત્યારે આવા સમયે નિષ્ણાંતો બિમારીઓથી બચવા માટે લોકોને પોતાના ડાઈટમાં ઈમ્યૂનિટી બૂસ્ટર ફૂડ અને ડ્રિંક સામેલ કરવાની સલાહ આપે છે. હળદર રસોઈના મસાલાઓમાં સામાન્ય રીતે મળી જાય છે. જે ખાવામાં જ નહીં પણ અનેક બિમારીઓ સામે લડવામાં પણ સક્ષમ છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર દરરોજ એક ગ્રામ હળદરનું સેવન કરવાથી ઈમ્યૂનિટી સિસ્ટમ વધુ મજબૂત બને છે. ન્યૂટ્રિશનિસ્ટ કવિતા દેવગણ પાસેથી જાણીએ હળદરનો કઈ રીતે ઉપયોગ કરવાથી વધુ ફાયદા થશે.

કઈ હળદર છે વધુ ગુણકારી

કવિતા દેવગણના જણાવ્યા અનુસાર સૌથી વધારે ફાયદાકારક એ હળદર હોય છે, જેમાં 3 ટકા કર્ફુયમિન અને 100 ટકા નેચરલ ઓયલ મળે છે. જેમાં લેડ જેવી કોઈ પણ પ્રકારની ઈમ્પ્યુરિટી હોવાનો ખતરો રહેતો નથી. તમિલનાડૂના સાલેમ વિસ્તારમાં મળતી હળદર પોતાની સારામાં સારી ગુણવત્તા માટે ખૂબ જ પ્રખ્યાત છે. જેમાં એન્ટી વાયરલ અને એન્ટી ઓક્સીડેંટ ગુણ મળી રહી છે. જો કે, હળદરને કોઈ પણ વસ્તુ સાથે ભેળવીને ખાવાથી વધુ ફાયદા થાય છે.

હળદરવાળુ દૂધ

રાતના સમયે સુતી વખતે હળદરવાળુ દૂધ અમૃત કરતા જરાં પણ ઉતરતુ નથી. કારણ સૂતી વખતે બોડી રિસ્ટોર થાય છે. રોજ હળદરવાળુ દૂધ પિવાથી શરીરમાં રહેલા નકામા પદાર્થો નાશ પામે છે. જેના કારણે ઈન્ફેક્શન થવાનો ખતરો દૂર થાય છે. જે ફક્ત તમને સારી ઊંઘ જ સારી નથી આપતુ પણ તમે હેલ્થી અને ફિટ પણ રાખે છે.

 

ઈમ્યૂનિટી બૂસ્ટિંગ લાડ્ડુ

અનેક લોકો લૈક્ટોસ ઈનટોલરેન્સ હોય છે, જેના કારણે તેમને દૂધ સૂટ કરતુ નથી.તો વળી બાળકો પણ હળદર વાળુ દૂધ પિવાડતી વખતે મોઢુ બગાડી નાખે છે. ત્યારે આવા સમયે હળદરમાંથી બનાવેલા આ લડ્ડુ પણ ખાસ્સા મદદગાર સાબિત થાય છે. ગોળ, હળદર અને કાળા મરીથી બનાવેલા આવા લાડ્ડુ બનાવી લો.ભોજન બાદ આ લાડ્ડુનો ઉપયોગ કરો. તેમના જણાવ્યા અનુસાર હળદર બનેલા આ તત્વો ઈમ્યૂનિટી વધારવામાં મદદ કરશે.

ઈમ્યૂનિટી ડ્રિંક

હળદરથી તમે ઈમ્યૂનિટી ડ્રિંક પણ બનાવી શકો છો. જેના માટે તમારે એક કપ બદામનું દૂધ, 1 કાપેલૂ ખજૂર/મધ/ગોળની જરૂર પડે છે. તેની સાથે હળદર, કાળા મરી, તથા આદૂના કટકા પણ મેળવો. સૌથી પહેલા બદામવાળા દૂધને ઉકાળો, જેમાં ખજૂર, મધ અને ગોળ નાખો. જેનો સ્વાદ દૂધમાં ભળી જાય છે. ત્યાર બાદ ચપટી હળદર, કાળા મરી, અને આદૂના ટુકડા નાખી તેનુ મિશ્રણ કરી સેવન કરવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here