ટીવી એક્ટર અર્જુન બિજલાનીની સાતમી વેડિંગ એનિવર્સરી, હિના ખાન-મૌની રોય સહિતના કલાકારોએ શુભેચ્છા પાઠવી

0
0

મુંબઈ. ટીવી એક્ટર અર્જુન બિજલાનીએ પત્ની નેહા સ્વામીને સાતમી વેડિંગ એનિવર્સરીની શુભેચ્છા પાઠવીને એક વીડિયો શૅર કર્યો હતો. આ પોસ્ટ પર ટીવી સેલેબ્સે કમેન્ટ્સ કરી હતી.

વીડિયોમાં નેહા-અર્જુનની વિવિધ તસવીરો

શૅર કરેલાં વીડિયોમાં નેહા તથા અર્જુનની વિવિધ તસવીરો છે. સાત વર્ષ દરમિયાન તેમને પસાર કરેલી ખાસ ક્ષણોને વીડિયોમાં લેવામાં આવી છે. વીડિયોમાં દીકરો અયાન પણ છે. આ પોસ્ટ પર ટીવી સેલેબ્સ હિના ખાન, કરન ટેકર, મૌની રોયે કમેન્ટ્સ કરી હતી. હિના ખાને કમેન્ટ્સમાં કોન્ગ્રેચ્યુલેશન મૌની અને કરન ટેકરે હેપી એનિવર્સરી કહ્યું હતું એક્ટર આમિર અલી, આમના શરીફ, પૂજા બત્રા સહિતના સેલેબ્સે કમેન્ટ્સ કરી હતી.

https://www.instagram.com/p/CAYTv5TAptI/?utm_source=ig_embed

અર્જુન-નેહાએ 2013માં લગ્ન કર્યાં હતાં

અર્જુન બિજલાનીએ પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ નેહા સ્વામી સાથે વર્ષ 2013માં 20 મેના રોજ લગ્ન કર્યાં હતાં. વર્ષ 2015માં દીકરા અયાનનો જન્મ થયો હતો. અર્જુને વર્ષ 2004માં બાલાજી ટેલિફિલ્મ્સનો ટીવી શો ‘કાર્તિકા’થી ટીવી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ વિવિધ સિરિયલમાં કામ કર્યું હતું. અર્જુને ‘ડાન્સ દિવાને’, ‘કિચન ચેમ્પિયન’ જેવા શો હોસ્ટ કર્યાં હતાં. અર્જુને ‘ઝલક દિખલાજા 9’માં ભાગ લીધો હતો. આ ઉપરાંત અર્જુને ટીવી શો ‘નાગિન’ પણ કામ કર્યું હતું. અર્જુને વર્ષ 2016માં ફિલ્મ ‘ડાયરેક્ટ ઈશ્ક’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ વર્ષે અર્જુને વેબ સીરિઝ ‘સ્ટેટ સીજ 26/11’માં કામ કર્યું હતું. આ સીરિઝ ઝી5 પર સ્ટ્રીમ થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here