ટીવી એક્ટર કરનવીર બોહરા બીજીવાર દીકરીનો પિતા બન્યો.

0
6

ટીવી એક્ટર કરનવીર બોહરા તથા પત્ની ટીજે સિધુ ત્રીજી દીકરીના પેરેન્ટ્સ બન્યાં છે. ટીજેએ કેનેડાના વાનકુંવરમાં દીકરીને જન્મ આપ્યો હતો. કરનવીર-ટીજેને ટ્વીન્સ દીકરીઓ છે.

કરનવીરે વીડિયો શૅર કર્યો

કરનવીરે વીડિયો શૅર કરીને દીકરી આવ્યાના વધામણા આપ્યા હતા. વીડિયોમાં કરનવીર પોતાની બંને દીકરીઓને કહે છે, ‘બહેન આવી ગઈ…બહેન આવી હવે ઘર વધુ મજેદાર થશે. ચાર્લીઝ એન્જલ્સ ઈન ધ હાઉસ.’ સાઈડમાંથી કરનવીરની પત્ની ટીજેએ કહ્યું હતું, ‘ગર્લ પાવર.’

 

વીડિયો શૅર કરીને આ વાત કહી

શૅર કરેલાં વીડિયોમાં કરનવીર ત્રણ દીકરી સાથે જોવા મળે છે. વીડિયો શૅર કરીને કરને કહ્યું હતું, ‘હું મારી નસોમાં દોડી રહેલા ખુશીઓના તરંગો અંગે વિચારી પણ શકતો નથી. હું વિશ્વાસ કરી શકું તેમ નથી કે હું ત્રણ દીકરીઓનો પિતા બની ગયો. યાહૂ…. જીવન આનાથી વધુ સારુ ના હોઈ શકે. વિચારો, મારા જીવનની ત્રણ રાણીઓની સાથે દુનિયા ચલાવવી કેવી હશે. મારા જીવનમાં આ પરીઓને લાવવા માટે આભાર. હું તમામનું બેસ્ટ ધ્યાન રાખીશ, કારણ કે આ મારી ત્રણ દેવીઓ છે, મારી લક્ષ્મી, સરસ્વતી તથા પાર્વતી. તમને મને ચાર્લી કહી શકો છો, કારણ કે આ મારી ત્રણ પરીઓ છે. મારી આલ્ફા, ચી તથા ઓમેગા.’

દીકરીના જન્મ બાદ વેબપોર્ટલ સ્પોટબોય સાથેની વાતચીતમાં કરનવીરે કહ્યું હતું, ‘હા, અમારા ઘરમાં બીજી દીકરી આવી. અમે નક્કી કર્યું હતું કે દીકરો આવે કે દીકરી, અમે ઘણી જ ખુશીથી તેનું સ્વાગત કરીશું. જો દીકરો આવ્યો હોત તો લક્ષ્મી, સરસ્વતી તથા ગણેશ હોત. હવે તો બીજી દીકરી આવી છે તો લક્ષ્મી, સરસ્વતી તથા પાર્વતી છે. હું બહુ જ ખુશ છું. ઓમ નમઃ શિવાય.’

હોસ્પિટલ બહારનો વીડિયો શૅર કર્યો હતો

આ પહેલાં કરનવીરે સોશિયલ મીડિયામાં હોસ્પિટલ બહારનો વીડિયો શૅર કરીને કહ્યું હતું, ‘હોસ્પિટલમાં પ્રવેશ કરતાં લાગે છે, ‘લવ મેરા હિટ હિટ’ ગુડ ન્યૂઝ ગમે ત્યારે આવી શકે છે. છોકરો હોય કે છોકરી, હું ઘણો જ નસીબદાર છું.’

 

ડિલિવરી પહેલાં ટીજેએ કહ્યું હતું, ‘કેનેડામાં પ્રેગ્નન્સી દરમિયાન છોકરો છે કે છોકરી તેની તપાસ કરાવી શકાય છે. જોકે, મેં આ તપાસ કરાવી નથી. મને ખબર નથી કે છોકરો છે કે છોકરી. અમે આને સરપ્રાઈઝ રાખવા માગીએ છીએ. જોકે, હું થોડી નર્વસ છું. મને છોકરાને કેવી રીતે હેન્ડલ કરાય તે ખબર નથી. મને તો ખાલી છોકરીઓને ઉછેરતા આવડે છે. જો દીકરી આવી તો ત્રણ દીકરીઓની મસ્ત ગર્લ ગેંગ બની જશે.’

 

ઉલ્લેખનીય છે કે વર્ષ 2006માં કરનવીરે વીજે તથા મોડલ ટીજે સાથે લગ્ન કર્યાં હતાં. 2016માં ટીજેએ ટ્વિન્સ દીકરીઓ બેલા તથા વિએનાને જન્મ આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here