હિન્દી દિવસ સ્પેશિયલ : ટીવી સેલેબ્સે જણાવ્યું પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં હિન્દી ભાષા તેમના માટે કેટલી મહત્ત્વની છે

0
0

14 સપ્ટેમ્બરે દેશમાં હિન્દી દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે અમે ટીવી ઇન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ સાથે વાત કરીને જાણ્યું કે આ ભાષાનું તેમના જીવનમાં શું મહત્ત્વ છે. આવો જાણીએ તેમણે શું કહ્યું…

રિશિના કંધારી

‘મને મારી હિન્દી ભાષા પ્રત્યે ઘણો પ્રેમ છે અને મને ભારતીય હોવા પર ગર્વ છે. મને હિન્દી બોલવું ઘણું ગમે છે પણ અમુક જગ્યાઓ પર હિન્દી બોલવું પોસિબલ નથી હોતું. જોકે હું મારી દીકરી સાથે હિન્દીમાં વાત કરવાની ટ્રાય કરું છું કારણકે તે સ્કૂલમાં અંગ્રેજી બોલે છે. મને ગર્વ થાય છે કે મારી હિન્દી ભાષા ઘણી સારી છે. મેં હિન્દીની ઘણી બુક અને નોવેલ વાંચી છે. હું ઈચ્છું છું કે સ્કૂલમાં હિન્દી એક વૈકલ્પિક વિષય ન હોય પણ એક અનિવાર્ય વિષય હોય, કારણકે આવનારા દિવસોમાં ભાષાને જાણવી જરૂરી અને આવશ્યક બની જશે. હું ઈચ્છું છું કે આપણી આગળની પેઢી શુદ્ધ હિન્દી શીખે અને માટે આપણે હિન્દી ભાષા વિશે જાગૃતતા ફેલાવી જોઈએ.’

અનિરુદ્ધ દવે

‘હું એક હિન્દી ભાષી વ્યક્તિ છું, મને મારી ભાષા ખૂબ ગમે છે. હું હિન્દીમાં જ ટ્વીટ કરું છું અને હકીકતમાં મારા 90% ટ્વીટ પણ હિન્દીમાં જ હોય છે. રાષ્ટ્ર ભાષા પર આપણી કમાન્ડ હોવી જરૂરી છે. જો કોઈ મને હિન્દીમાં રોલ સમજાવે તો સારું લાગે છે કારણકે આખરે અમારે હિન્દીમાં જ એક્ટિંગ કરવાની હોય છે. મેં હિન્દીની સ્ટોરી અને નોવેલ વાંચી છે. મેં 300થી વધુ બુક્સ વાંચી છે અને લોકડાઉન દરમ્યાન પણ મેં ઘણું બધું વાંચ્યું છે. દર વર્ષે હિન્દી દિવસ પર હું એક કવિતા લખું છું અને આ વર્ષે પણ હું તે લખીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીશ.’

રોહિતાશ્વ ગૌર

‘હિન્દી ભાષા આપણને બધાને એક તાંતણે બાંધે છે. ઘર અને કામ બંને જગ્યાએ હિન્દી મારી રોજની જિંદગીનો ભાગ છે. વિદ્યાર્થી જીવનમાં મારો ગમતો વિષય હિન્દી હતો. હું મારા બાળકોને હિન્દીમાં વાતચીત કરવા માટે પ્રોત્સાહિત કરું છું કારણકે ભાષા પેઢીદર પેઢી આપણી સાથે ચાલે છે.’

કામના પાઠક

‘મેં હિન્દી સાહિત્યમાં ઓનર્સ કર્યું છે અને મને ઘણું ગર્વ છે કે હું આ ભાષા જાણું છું. મેં તો એક નાટકના માધ્યમથી ઇન્ટરનેશનલ લેવલ પર પણ હિન્દીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મારા ટીચર્સે મને ભાષામાં સહજ ફીલ કરાવ્યું.’

શુભાંગી અત્રે

‘મારી માતાએ અમને હિન્દી શીખવ્યું અને એ જ કારણ છે કે હું ભાષામાં ઘણી સારી છું. મને હિન્દીભાષી હોવા પર ગર્વ છે અને મને લાગે છે કે બધાએ આવું જ ફીલ કરવું જોઈએ.’

નિશાંત મલકાની

‘હું અંગત રીતે હિન્દીની ઘણો નજીક છું. જ્યારે પણ મને સેટ પર સ્ક્રિપ્ટ મળે છે તો હું લોકોને તેને દેવનાગરીમાં આપવા અનુરોધ કરું છું કારણકે રોમન અંગ્રેજીમાં વાંચ્યા બાદ એ જ પ્રકારની ફીલિંગ આવે છે. એક એક્ટર તરીકે આ ઘણું મહત્ત્વનું છે કે તમે હિન્દી સાથે ઘણા સહજ હોય જેમ કે તે તમારી પહેલી ભાષા છે. હાલ તો એક ફેશન છે કે જો તમે અંગ્રેજી નથી જાણતા તો તમે જીવનમાં કંઈપણ હાસિલ નહીં થાય પરંતુ મને લાગે છે કે તમે જેટલી વધુ ભાષાઓ જાણો છો એટલા વધુ સફળ હશો. મને લાગે છે કે સ્કૂલમાં અંગ્રેજી અને હિન્દીને સરખું મહત્ત્વ આપવું જોઈએ.’

સવી ઠાકુર

‘હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે, માટે મને લાગે છે કે દરેકે આ ભાષામાં નિપુણ હોવું જોઈએ. આજકાલ આપણે એવા લોકોને જજ કરીએ છીએ જે હિન્દીમાં વાત નથી કરી શકતા જે ઘણું ખોટું છે. મને લાગે છે કે આપણે આપણી રાષ્ટ્રીય ભાષાને પ્રાથમિકતા આપવી જોઈએ. હું એમ નથી કહેતી કે અન્ય ભાષાઓ શીખવી ખોટું છે પણ ભારતમાં તો આપણે એટ લિસ્ટ આપણા લોકો સાથે હિન્દીમાં વાત કરવી જોઈએ.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here