Friday, March 29, 2024
Homeકોરોના વાયરસનો વધી રહેવા વ્યાપથી, બંધ થઈ શકે છે ટીવી સીરિયલનું શૂટિંગ
Array

કોરોના વાયરસનો વધી રહેવા વ્યાપથી, બંધ થઈ શકે છે ટીવી સીરિયલનું શૂટિંગ

- Advertisement -

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પલોયઝ (FWICE) પોતાના બધા જ પાંચ લાખથી વધારે મેમ્બરોની સુરક્ષાને જોતા આ વાત પર વિચાર કરવામાં આવી રહ્યો છે કે, ભારતમાં તેજીથી ફેલાઈ રહેલા કોરોના વાયરસ (Corona Virus)ના બચાવ માટે કેટલાક દિવસ માટે બધી જ ફિલ્મો અને ટીવી સીરિયલનું શૂટિંગ બંધ કરી દેવામાં આવે. ફેડરેશને તેના માટે પ્રોડ્યૂસર બોડી સાથે વાતચીત પણ કરી રહી છે અને જલ્દી આ નિર્ણય પર અંતિમ મહોર લગાવી દેવામા આવશે.

નિર્માતાઓને આ દેશમાં શૂટિંગ કરવાની મનાઈ

ફેડરેશન કે પ્રસિડેન્ટ શ્રી બી.એન. તિવારી ઓલ ઈન્ડિયા ફિલ્મ એમ્પ્લોઈઝ ફેડરેશનના નેશનલ પ્રેસિડેન્ટ અને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈજના જનરલ સેક્રેટરી અશોક દુબે અને ટ્રેજરાર ગંગેશ્વરલાલ શ્રીવાસ્તવે એક પત્ર લખી નિર્માતાઓને તેમ પણ કહ્યુ છે કે, નિર્માતા તે દેશમાં પોતાની શુટિંગ ન કરે જે દેશમાં કોરોના વાયરસનો ફેલાવો થઈ ચૂક્યો છે.

નિર્માતાઓને કરાયો આ આગ્રહ

જો ત્યાં હાલમાં શૂટિંગ ચાલી રહી છે તો, નિર્માતાઓ પાસેથી આગ્રહ કરવામાં આવે છે કે, પોતાની યૂનિટના સદસ્યોને મેડિકલ પરીક્ષણ બાદ જલ્દી ત્યાંથી પરત બોલાવી લેવામાં આવે, ફેડરેશન અધિકારીઓએ કહ્યુ કે, અમે અમારા સભ્યોની સુરક્ષા ઈચ્છીએ છીએ. તેથી અમે નિર્માતાઓને આગ્રહ કરીએ છીએ કે, નિર્માતા કોરોના વાયરસથઈ બચાવ માટે શૂટિંગ લોકેશન પર સારા ઉપાયો કરે અને બધા જ શૂટિંગ સ્થળ પર સૈનિટાઈઝર અને માસ્કની વ્યવસ્થા કરે અને સાફ સફાઈનું ધ્યાન રાખે.

બેઠકનું આયોજન કરાશે

તે સાથે જ નિર્માતાઓને કહેવામા આવ્યુ છે કે, કેટલાક દિવસોથી ભીડભાડવાળા સીન અને ગીતોને ફિલ્માવાથી બચો. જેથી અમારા સભ્યોને મુશ્કેલી ન થાય. જોકે, FWICE તરફથી જલ્દીજ એક બેઠકનું આયોજન કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular