TVS Apache RTR 200 4V બાઇક 1,050 રૂપિયા મોંઘી થઈ, હવે ખરીદવા ₹1.28 લાખ ચૂકવવા પડશે

0
0

દિલ્હી. TVSની સ્પોર્ટ્સ બાઇક Apache RTR 200 4V બાઇકની કિંમત વધારી દેવામાં આવી છે. કંપનીએ આ બાઇકની કિંમતમાં 1,050 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. ભાવવધારા બાદ બાઇક ખરીદવા ગ્રાહકે 1,28,550 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે અગાઉ આ બાઇકની કિંમત 1,27,500 રૂપિયા હતી. અપાચે RTR 200 4Vનું BS6 મોડેલ 1.24 લાખ રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું હતું. તે સમયે BS4 મોડેલ કરતાં આ બાઇકની કિંમત આશરે 12 હજાર રૂપિયા વધારે હતી. BS6 મોડેલ લોન્ચ થયા બાદ Apache RTR 200 4Vની કિંમતમાં આ બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. અગાઉ કંપનીએ મે મહિનામાં આ બાઇકની કિંમતમાં 2,500 રૂપિયાનો વધારો કર્યો હતો.

એન્જિન ડિટેલ્સ
TVSની આ બાઇકમાં 197.75 ccનું સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે 8,500 rpm પર 20.5 PS પાવર અને 7,500 rpm પર 16.8 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સ અને સ્લિપર ક્લચથી સજ્જ છે.

સસ્પેન્શન અને બ્રેકિંગ
અપાચે RTR 200 4V બાઇકના ફ્રંટમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ અને રિઅરમાં મોનોશોક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. બાઇકની બંને બાજુ ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. બાઇક ડ્યુઅલ ચેનલ ABSથી સજ્જ છે. BS6 Apache RTR 200 4V બ્લેક અને વ્હાઇટ કલરમાં આવે છે. તેમજ, આ બાઇકમાં કોન્ટ્રાસ્ટ રેસિંગ ડેકલ્સ અને ફ્લાય સ્ક્રીન આપવામાં આવી છે.

ફીચર્સ
​​​​​​​TVSની આ બાઇકમાં યૂનિક લુકવાળો નવો LED હેડલેમ્પ, LED પોઝિશન લેમ્પ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સ્ટાઇલિશ સ્પ્લિટ સીટ્સ, સ્પ્લિટ ગ્રેબ રેલ, ડ્યુઅલ બેરલ સ્પોર્ટી એક્ઝોસ્ટ, અગ્રેસિવ ટેન્ક અને એન્જિન કાઉલ વગેરે જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here