TVSએ તેની અપડેટેડ અપાચે RTR 200 લોન્ચ કરી, રાઈડિંગ માટે 3 મોડ મળશે : પ્રારંભિક કિંમત 1.31 લાખ રૂપિયા

0
14

TVS મોટરે તેની અપડેટેડ 2020 અપાચે RTR 200 4Vને ભારતીય માર્કેટમાં લોન્ચ કરી દીધી. તેમાં નવા BS6 એન્જિનની સાથે મલ્ટીપલ રાઈડિંગ મોડ્સની સાથે એડજેસ્ટેબલ સસ્પેન્શન મળશે. આ બંને ફીચર્સ આ સેગમેન્ટની બાઈકમાં પહેલી વખત મળી રહ્યા છે. જો કે, તેના કારણે આ બાઈકની કિંમતમાં પણ ફેરફાર થયો છે. કંપનીએ તેનું બુકિંગ શરૂ કરી દીધું છે.

TVS અપાચે RTR 200 4Vની એક્સ-શોરૂમ કિંમત

  • RTR 200 4V સિંગલ ચેનલ ABSની કિંમત 1.25 લાખ રૂપિયા
  • RTR 200 4V ડ્યુઅલ ચેનલ ABSની કિંમત 1.31 લાખ રૂપિયા

TVS મોટર કંપનીના માર્કેટિંગ ચીફ (પ્રીમિયમ મોટરસાયકલ) મેઘશ્યામ દીઘોલેના જણાવ્યા પ્રમાણે, અપાચે સિરીઝ 2005માં પહેલી વખત માર્કેટમાં આવી ત્યારથી ગ્રાહકોને ટેક્નિકલ સ્કિલ પ્રદાન કરતી બાઈક માનવામાં આવે છે.

બાઈકના ફીચર્સ અને સ્પેસિફિકેશન

  • TVS અપાચે RTR 200 4Vમાં સ્પોર્ટ, અર્બન અને રેઈનનાં ત્રણ રાઈડિંગ મોડ્સ મળશે. તેમાં ફ્લાઈ મોડ પર જવા માટે પણ ડેડિકેટેડ સ્વિચ મળશે. બાઈકમાં એડજેસ્ટેબલ ફ્રન્ટ સસ્પેન્શન મળશે.
  • તેમાં ક્લચ અને લીવર એડજેસ્ટેબલ છે. તેમાં ફ્યુઅલ ઈન્જેક્શન, સ્લિપર ક્લચ, બ્લૂટૂથ અનેબલ SmartXonnect સિસ્ટમ, ગ્લિડ થ્રો ટેક્નોલોજી (GTT+), LED હેડલેમ્પ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
  • તેમાં 198cc સિંગલ સિલિન્ડર 4 વાલ્વ, ઓયલ કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. તે 8500 Rpm પર 20.2 bhp પાવર અને 7000 Rpm પર 18.1 Nmનો ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે.
  • બાઈકના ફ્રન્ટ સસ્પેન્શનને અપગ્રેડ કરવામાં આવ્યા છે અને રિઅરમાં મોનોશૉક યુનિટ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત તેમાં ફ્રન્ટ અને રિઅરમાં ડિસ્ક બ્રેકની સાથે સિંગલ ચેનલ અને ડ્યુઅલ ચેનલ ABSનો ઓપ્શન આપવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here