બિહારમાં ચૂંટણી પહેલા મહાગઠબંધનને ઝટકો : જીતનરામ માંઝી કાલે એનડીએમાં જોડાશે, માંઝીએ કહ્યું, અમને 10 સીટ મળવી નક્કી, માંઝીને રાજ્યસભામાં પણ મોકલવામાં આવી શકે છે

0
12

બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાની આવામ મોર્ચા (હમ) 3 સપ્ટેમ્બરના રોજ એનડીએમાં સામેલ થશે. સૂત્રો મુજબ, માંઝીને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. રાજ્યસભામાં બિહારની સીટ ખાલી પડતા માંઝીને જેડીયુ કોટાથી ટિકિટ મળી શકે છે. સીટોની વહેંચણીને લઈને ‘હમ’ને 10 સીટ આપવા બાબતે વાતચીત થઇ છે.

‘હમ’ના કેટલાક નેતાઓ જેડીયુના નિશાન પર ચૂંટણી લડી શકે છે. બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ મહાગઠબંધનને મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. ગત મહિને જ હમ પાર્ટીએ મહાગઠબંધનનો સાથ છોડ્યો હતો.

લાલુ રાજને આગળ વધારવામાં લાગ્યા છે તેજસ્વી

‘હમ’ના પ્રવક્તા દાનિશ રિઝવાને કહ્યું કે, ‘એનડીએમાં અમારી પાર્ટી રાજ્ય અને દેશના વિકાસના મુદ્દે સામેલ થઇ રહી છે. ચૂંટણીમાં અમને કેટલી સીટ મળે છે, તે મુદ્દો નથી. તેજસ્વી યાદવથી અમારી પાર્ટીને આશા હતી કે તેઓ યુવા નેતા છે. આરજેડીને છોડીને બિહારના વિકાસ માટે કામ કરશે. પરંતુ જે રીતે રાજ્યસભા અને વિધાનસભાની ટિકિટની વહેંચણી થઇ, તેને જોતા સ્પષ્ટ થાય છે કે તેજસ્વી કાર્યકરો અને રાજયહિતનો વિચાર નથી કરી શકતા.’

તેમણે કહ્યું કે,’ તેજસ્વી હંમેશા ધન હિતમાં જ વિચાર કરશે. 15 વર્ષ લાલુપ્રસાદ યાદવનું શાસન હતું. તેઓ તે જ શાસન ને આગળ વધારવાનું વિચારી રહ્યા છે. જે રાજ્યના હિતમાં નથી. તેને જોતા અમારી પાર્ટીએ નક્કી કર્યું છે કે મહાગઠબંધનથી અલગ થઇને એનડીએમાં સામેલ થવાનું નક્કી કર્યું છે.

આરજેડીના એકતરફી નિર્ણયથી નારાજ હતા માંઝી

મહાગઠબંધનમાં આરજેડી દ્વારા એકતરફી નિર્ણયો લેવાના કારણે સહયોગી પાર્ટીઓમાં નારાજગી હતી, તેનું પરિણામ 20 ઓગસ્ટના રોજ હમ પાર્ટી દ્વારા મહાગઠબંધનને અલવિદા કરતા સામે આવ્યું છે. હમના નાતે જીતનરામ માંઝી મહાગઠબંધનમાં સંયુક્ત રૂપે નિર્ણય લેવા માટેની કોઓર્ડિનેશન કમિટી બનાવવા માટેની માંગ કરી હતી. તેમણે આ વખતે અલ્ટીમેટમ પણ આપ્યું હતું, પણ આ બાબતે કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા માંઝી મહાગઠબંધનથી અલગ થઇ ગયા છે. આરજેડીએ તેજસ્વી તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. મહાગઠબંધનના બીજા પક્ષોને આ એકતરફી નિર્ણય યોગ્ય લાગ્યો નહતો. આરજેડીના સાત ધારાસભ્યો સહીત અન્ય 5 ધારાસભ્યો પણ જેડીયુમાં સામેલ થઇ ચૂક્યા છે. જેડીયુના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્યામ રજકે આરજેડીમાં ઘરવાપસી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here