બિહાર : વીજળી પડવાથી 25 લોકોના મોત, સમસ્તીપુરમાં 8 અને પટનામાં પાંચ લોકોના મોત

0
3

પટના. બિહારમાં ગુરૂવારે વીજળી પડવાથી 25 લોકોના મોત થયા હતા. તેમાં સમસ્તીપુરમાં આઠ અને કટિહારમાં 6 લોકોના મોત થયા હતા. પટનાના દુલ્હન બજારમાં વીજળીની ચપેટમાં આવવાથી પાંચ લોકોના મોત થયા હતા. પૂર્વી ચંપારણમાં ચાર અને શિવહરમાં બે લોકોના મોત થયા હતા.

25 જૂને વીજળી પડવાથી 100ના મોત થયા હતા

25 જૂને બિહારમાં વીજળી પડવાથી 100 લોકોના મોત થયા હતા. મરનારા લોકોમાં મોટાભાગના ખેડૂતો અને તેમના પરિવારજનો હતો જેઓ ખેતરમાં કામ કરી રહ્યા હતા અથવા તો ખેતરેથી પરત ફરી રહ્યા હતા. આ વર્ષે બિહારમાં વીજળી પડવાથી વધુ મોત થઇ રહ્યા છે. તેનું કારણ ખરીફ પાકની સારી સીઝન હોવાનું નિષ્ણાંતો કહે છે. મોટી સંખ્યામાં અત્યારે ખેડૂતો વાવણીનું કામ કરી રહ્યા છે તેથી વીજળીના લીધો મોત થઇ રહ્યા છે.

હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આગામી 48 કલાક વરસાદ અને વીજળીને લઇને એલર્ટ જાહેર કર્યું છે. પટના હવામાન વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર આનંદ શંકરે કહ્યું કે આગામી 48 કલાક સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને વીજળી પડવાની આશંકા છે. ખેડૂતો અને નાગિરકોને અપીલ કરવામા આવે છે કે જ્યાં સુધી શક્ય બને ખુલ્લા મેદાનમાં જવાથી બચો. વીજળી પડે તેવી શક્યતા લાગે તો પાકા મકાનમાં આશરો લેવો.