ચોવીસેય કલાક SPG કમાન્ડો ઘેરામાં રહેતા આ નેતાઓની મોદી સરકારે વેતરી નાખી પાંખો

0
22

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નેતાઓને મળતી સરકારી સુરક્ષાની સમીક્ષા કરી છે અને હવે મંત્રાલય દ્વારા કેટલાક નેતાઓની સુરક્ષા પરત ખેંચવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ હેઠળ આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ, બીએસપી સાંસદ સતીશ ચંદ્ર મિશ્રા, યુપી બીજેપીના નેતા સંગીત સોમ, બીજેપીના સાંસદ રાજીવ પ્રતાપ રુડીની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો છે.

ઉપરાંત કેન્દ્ર સરકારે લોક જનશક્તિ પાર્ટી(એલજેપી)ના સાંસદ ચિરાગ પાસવાનની સુરક્ષામાં લાગેલ સીઆરપીએફ જવાનોને પરત બોલાવ્યા છે. ચિરાગની સુરક્ષા શ્રેણીમાં ઘટાડો કરતા હવે આઈ કેટેગરીની સિક્યોરિટી આપવામાં આવશે. આ સિવાય યુપી સરકારના મંત્રી સુરેશ રામા, પૂર્વ સાંસદ પપ્પૂ યાદવની સુરક્ષામાં પણ ઘટાડો કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની ઝેડ પ્લસ સુરક્ષા પણ પરત લેવાનું નક્કી કર્યું છે. એટલે કે હવે અખિલેશ યાદવની ઝેડ પ્લસ સુરક્ષા પરત લઈ લેવામાં આવશે અને તેમની સાથે બ્લેક કેટ કમાન્ડોની ટીમ પણ સુરક્ષામાં નહીં હોય.

બીજેપી સાંસદ સાક્ષી મહારાજથી પણ સીઆરફીએફ કવર હટાવવામાં આવ્યું છે. તેમની સિક્યોરિટી ઘટાડીને વાય કેટેગરી કરી દીધી છે. આ નિર્ણય હેઠળ કેન્દ્ર સરકારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ સિવાય રાજ્યસભા સાંસદ સતીશ ચંદ્ર મિશ્રાની સુરક્ષા પણ ઘટાડવામાં આવી છે. જોકે માયાવતી અને મુલાયમ સિંહ યાદવની સુરક્ષામાં એનએસજી તૈનાત રહેશે એવો નિર્ણય કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here