એન્ડ્રોઈડ અને iOS યુઝર્સ માટે ટ્વિટર સર્વિસ ડાઉન થઈ, યુઝર્સે #Twitterdown સાથે ટ્વિટર પર ગુસ્સો ઠાલવ્યો

0
1

માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર સર્વિસ સોમવારે દુનિયાભરમાં ઘણા દેશોમાં ડાઉન થઈ હતી. એન્ડ્રોઈડ અને આઈફોન યુઝર્સ બંનેને આ તકલીફ થઈ હતી. આઉટેજ મોનિટરિંગ વેબસાઈટ Downdetector.comના ડેટા પ્રમાણે, હજારો યુઝર્સ આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શક્યા નહોતા.

Downdetectorના ડેટા મુજબ, 18 હજારથી વધારે યુઝર્સે આ વિશે માહિતી આપી હતી. ઘણા યુઝર્સે ટ્વિટર પર જ #Twitterdownનો ઉપયોગ કરી બળાપો કાઢ્યો હતો.

સવારે 10:30 વાગ્યે ટ્વિટર ક્રેશ થયું હતું

ડાઉનડિટેક્ટર પ્રમાણે, અમેરિકાના સમયાનુસાર સવારે 10:30 વાગ્યે ટ્વિટર ક્રેશ થયું હતું. અમેરિકા, બ્રિટન અને ચીનના યુઝર્સ સૌથી વધારે પ્રભાવિત થયા હતા. જોકે ઈન્ડિયન યુઝર્સની તેના પર કોઈ અસર થઈ નહોતી.

ડેસ્કટોપ પર લોગઈનમાં ઈશ્યુ

ડાઉનડિટેક્ટર વેબસાઈટના ડેટા પ્રમાણે, 46% યુઝર્સને સાઈટ લોગ ઈનની સમસ્યા થતી હતી. તેમને ડેસ્કટોપ પર લોગઈન ઈશ્યુ આવી રહ્યો હતો. 44% યુઝર્સને આઈફોનથી એપમાં લોગ ઈનની સમસ્યા સર્જાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here