ગાંધીનગર : સરગાસણની દુકાનમાંથી 2.64 લાખના મોબાઈલ ચોરનાર 2 યુવકો ઝડપાયા

0
0

ગાંધીનગર. સરગાસણમાં  10 દિવસ પહેલાં મોબાઈલ શો રૂમનું  શટર તોડીને ચોરી કરનાર બે યુવકો ઝડપાયા છે. ગાંધીનગર એલસીબી પીઆઈ જે. જી. વાઘેલાના માર્ગદર્શનમાં પીએસઆઈ એમ. જે. શિંદે ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે મોબાઈલ વેચવા માટે ફરતાં બે યુવકોને બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. ભાવેશ પંચાલ (20 વર્ષ, કલોલ), વિશાલ સંજયભાઈ ડાભી (20 વર્ષ, રહે.પેટલાદ) નામના બંને યુવકો પાસેથી 11 મોબાઈલ મળી આવ્યા હતા.  2,64,139 કિંમતના આ મોબાઈલ અંગે આધાર પુરાવા માંગતા બંને પાસે ન હતા. જેથી તેમની ઊંડાણ પૂર્વક પૂછપરછ કરતાં તેઓએ 31 મેની રાત્રે શો રૂમનું શટર ઉંચું કરીને ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ગાંધીનગર એલસીબીએ બંને આરોપીઓને ઈન્ફોસિટી પોલીસને સોંપ્યા હતા. કલોલની ગ્લાસની ફેક્ટરીમાં 10 હજારની નોકરી કરતાં યુવકોએ પૈસા કમાવવા માટે પ્રથમવખત જ ચોરી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here