ચીન-અમેરિકામાં તણાવ વધ્યો : ચીને કહ્યું- અમેરિકાના બે જાસુસ અમારા દેશમાં ઘૂસ્યા, અમેરિકાએ કહ્યું- જે કર્યું તે અમારો હક, નિયમ નથી તોડ્યો

0
0

અમેરિકા અને ચીન વચ્ચે ફરી તણાવ વધ્યો છે. ચીનનો આરોપ છે કે, અમેરિકાના બે એડ્વાન્સ યુ-2 સ્પાય પ્લેન્સે (જાસુસી વિમાન) થોડા દિવસ પહેલાં સીમામાં ઘૂસીને મિલેટ્રી ડ્રિલને રેકોર્ડ કરી છે. ઘટના ઉત્તરી ચીનની છે. જોકે ચોક્કસ લોકેશનની માહિતી મળી નથી. અમેરિકાએ ચીનના આરોપને નકાર્યા નથી અને કહ્યું છે કે, અમે કોઈ નિયમો નથી તોડ્યા.

બંને દેશો વચ્ચેનો આ તણાવ એટલા માટે ગંભીર માનવામાં આવે છે કારણકે, ગયા મહિને જ અમેરિકાના બે ફાઈટર જેટ્સ શંઘાઈથી માત્ર 75 કિમી દૂર ઘણી વાર સુધી ઉડાન ભરતાં જોવા મળ્યા હતા.

ચીને કહ્યું- આ નો ફ્લાય ઝોન
ચીનની ડિફેન્સ મિનિસ્ટ્રીના પ્રવક્તા વુ ક્વિને કહ્યું- અમેરિકન નેવીના બે યુ-2 એરક્રાફ્ટે ઉત્તરી વિસ્તારમાં અમારી સેના અભ્યાસની ઘણાં કલાકો સુધી જાસુસી કરી છે. તેનાથી અમારી ટ્રેનિંગ પર અસર થઈ છે. અમેરિકાએ બંને દેશો વચ્ચે કરવામાં આવેલી સમજૂતીનું ઉલ્લંઘન કર્યું છે.

આનાથી સૈન્ય ઝપાઝપીની શક્યતા
ચીનની સરકારી મીડિયાએ કહ્યું છે કે, અમેરિકાની આ હરકત ખૂબ જોખમી છે. જો તેઓ ચીનના વિસ્તારમાં ઘૂસણખોરી કરશે તો તેનાથી સૈન્ય ઝપાઝપી થઈ શકે છે અને આગામી સમયમાં તે વધી પણ શકે છે. ચીની સેના અહીં એક નહીં પરંતુ બે જગ્યાએ સૈન્ય અભ્યાસ કરી રહી હતી.

અમેરિકાએ શું કહ્યું?
અમેરિકાએ ચીની આરોપોને નકાર્યા નથી. CNN સાથેની વાતચીતમાં યુએસ એરફોર્સે કહ્યું છે કે, અમે અમારી હદમાં રહીને જ કામ કર્યું છે. કોઈ નિયમો નથી તોડ્યા. અમે પહેલાં પણ હિન્દ મહાસાગરમાં ઓપરેશન્સ કરતા હતા અને આગામી સમયમાં પણ કરીશું. મિલેટ્રી એક્સપર્ટ કાર્લ ચેસ્ટરે કહ્યું છે કે, મને ચીનના દાવા પર શંકા છે. અમેરિકન્સ એરક્રાફ્ટને ચીનમાં ઘૂસવાની જરૂર નથી. તે એટલા હાઈટેક છે કે, મિલો દૂરથી જ દરેક હરકત પર નજર રાખી શકાય છે.

ચીન શાં માટે ડર્યું છે
યુ-2 સ્પાય એરક્રાફટ પ્રથમ વખત 1950માં નજર આવ્યા. એટલે કે લગભગ 70 વર્ષ જૂના છે. તેને ઘણી વખત એપગ્રેડ કરવામાં આવી. અમેરિકાની પાસે તેનાથી ઘણા સારા સ્પાયર એરક્રાફટ પણ છે. યુ-2 70 હજાર ફીટ ઉપરથી જમીન પર થઈ રહેલી મુવમેન્ટ પર નજર રાખી શકે છે. ફોટોગ્રાફ પણ લઈ શકે છે અને એચડી વીડિયો બનાવી શકે છે.

એરક્રાફટે ઘણા કલાકો સુધી ચીનના આકાશમાં ચક્કર લગાવ્યા
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે યુ-2 એરક્રાફટ ઘણા કલાકો સુધી ચીનના આકાશમાં 70 હજાર ફુટની ઉંચાઈ પર ચક્કર લગાવતા રહ્યાં. તેમણે સમગ્ર મિલિટ્રી એક્સરસાઈઝ કેપ્ચર કરી છે. પછીથી આરામથી હિન્દ મહાસાગરમાં તેમના બેઝ પર પરત ફર્યા હતા. ચીનની સેનાને આ વાતનો અંદાજો ન હતો. બાદમાં ઈમરજન્સી દ્વારા ખ્યાલ આવ્યો કારણ કે ત્યારે તેની ઉંચાઈ ખૂબ જ ઓછી થઈ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here