દહેગામ : વાવાઝોડા અને ગાજવીજ સાથે અઢી ઈંચ જેટલો વરસાદ, ડાંગર, કપાસ અને મગફળીના પાકોને ભારે નુકશાન

0
0

દહેગામ તાલુકામા ભાઈબીજની રાત્રીએ વાવાઝોડા અને ગાજવીજ સાથે અઢી ઈંચ જેટલો વરસાદ તુટી પડ્યો ડાંગર, કપાસ અને મગફળીના પાકોને ભારે નુકશાન.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા દીવાળીના પાવન પર્વ એવા ભાઈબીજના દીવસે રાત્રીના સમયે મેઘરાજાએ બેટીંગ ચાલુ કરી દેતા વાવાઝોડા અને ગાજવીજ સાથે અઢી ઈંચ જેટલો વરસાદ તુટી પડતા તાલુકા અને શહેરના માર્ગો ઉપર ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે અને આ વરસાદ પડતા ખેડુતોએ ખેતરમા ડાંગરના પાકો કાપીને તૈયાર કર્યા હતા અને મગફળી પણ ખેતરોમા કાઢેલી હતી તેવા સમયે અચાનક જ મેઘરાજાની સવારી આવી જતા ખેડુતોના તૈયાર થયેલા પાકોને ભારે નુકશાન થવા પામ્યુ છે.

 

 

કપાસ, મગફળી અને ડાંગર જેવા પાકોમા પાણી ભરાઈ જતા તાલુકાના ખેડુતોમા ભારે ચિંતા વ્યાપી જવા પામી છે. કારણ કે રાત્રીના સમયે તુટી પડેલા વરસાદથી જે ખેડુતોના ખેતરોમા તૈયાર પાકો હતા તે ખેડુતો રાત્રે ઉંઘી પણ શક્યા નથી તેવી પરીસ્થિતીનુ નિર્માણ થવા પામ્યુ છે. આમ દહેગામ તાલુકા અને શહેરમા અઢી ઈંચ જેટલો વરસાદ તુટી પડતા નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આમ ગઈ કાલે રાત્રે પડેલો વરસાદથી ખેડુતોની ઉંઘ પણ હરામ થઈ જવા પામી છે.

  • દહેગામ તાલુકામા પડેલા વરસાદથી ખેડુતોની ઉંઘ હરામ થઈ જવા પામી છે
  • દહેગામ તાલુકા અને શહેરમા નીચાણવાળા વિસ્તારોમા ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે
  • રાત્રીના સમયે ગાજવીજ અને વાવાઝોડા સાથે પડેલા વરસાદથી ખેડુતોના તૈયાર થયેલા પાકો બગડી જતા ખેડુતોમા ભારે ચીંતાનુ મોજુ ફરી વળ્યુ છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS,  દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here