મોરબી પાસે ૭ પશુઓને કતલખાને લઇ જતો ટ્રક પકડાયોઃ બે શખ્સોની ધરપકડ

0
4

મોરબી પાસે ૭ પશુઓને કતલખાને લઇ જતા ટ્રકને ગૌસેવકની મદદથી પોલીસે પકડી પાડી બે શખ્સોની ધરપકડ કરી હતી.

જાણવા મળતી વિગત મુજબ મોરબીના નવીટીંબડી ગામે રહેતા ગૌસેવક પાર્થભાઇ મનસુખભાઇ નેસડીયા (ઉ.૨૨)ને આઇસર ટ્રકમાં ગૌવંશને ગેરકાયદે લઇ જવાતા હોવાની જાણ થયાના પગલે તેમણે પોલીસને જાણ કરી હતી. અને આવી પહોચેલ પોલીસે આઇસર ટ્રક નં.જીજે ૩૩ ટી-૯૯૭૨ના ચાલક જયસુખભાઇ વાલાભાઇ બેરાણી-કોળી (ઉ.૩૭) ધંધો ડ્રાઇવીંગ તેમજ મેહુલ સુરેશ પીપળવા-કોળી (ઉ.વ.૨૦) રહે.બન્ને લાલકા, જી જસદણ વાળાને પુછપરછ કરી આઇસરની તલાશી લેતા તેમાથી ૪ ગાયો, ૩ વાછરડીઓ અને ૧ ખુંટ ખીચોખીચ દોરડાથી બાધેલા કોઇપણી નીકરણ-ચારોકે પાણી વરગર મળી આવતા પોલીસે ગૌવંશને છોડાવી બન્નેની અટક કરી હતી. કોઇપણ આધારપુરાવા વગર પશુઓને ગુજરાત બહાર તામિલનાડુ તરફ લઇ જવાતા કતલખાને હોવાનું જાણવા મળતા પોલીસે આગળની કાર્યવાહી આરંભી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here