Friday, December 3, 2021
Homeઅમદાવાદ : વેજલપુરના રોનકપાર્ક સોસાયટીના ઇમરાન ફ્લેટ પાછળથી જુગાર રમાડતા બે શખ્સની...
Array

અમદાવાદ : વેજલપુરના રોનકપાર્ક સોસાયટીના ઇમરાન ફ્લેટ પાછળથી જુગાર રમાડતા બે શખ્સની ધરપકડ, 1 ફરાર

શહેરમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓની રહેમનજર હેઠળ દેશી દારૂ અને જુગારની પ્રવૃતિ ચાલી રહી છે. જેને અટકાવવા પીસીબી ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર એ.ડી.ચાવડાએ સ્ટાફના માણસો સાથે અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીને આધારે વેજલપુરના રોનકપાર્ક સોસાયટીમાં ઇમરાન ફ્લેટની પાઠળના ભાગે દરોડા પાડ્યા હતા.

પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો

વેજલપુર રોનકપાર્ક સોસાયટી ઈમરાન ફલેટની પાછળના ભાગે જાહેર રોડ ઉપરથી આરોપીઓ ઈરફાન અલ્લારખા ઘાંચી (રહે. રોનક પાર્ક સોસાયટી વેજલપુર) તથા અમીન દાઉદભાઈ મેમણ (રહે. સંકલીતનગર વેજલપુર)ને બોમ્બે વરલી મટકાનો સટ્ટા બેટીગનો આંક ફરકનો નાંણાની હારજીતનો જુગાર રમાડતા રંગેહાથ ઝડપાયા હતા. જેમાં પોલીસે રોકડા 10,000 તથા 3 નંગ મોબાઇલ ફોન, જુગારના સાધનો મળી કુલ કિંમત રૂ. 13,000નો મુદામાલ ઝડપી પાડ્યો હતો. જ્યારે જાકિર ઉર્ફે ભજીયો અબ્દુલસુલેમાન મલેક (રહે. સંકલીતનગર ઈમરાન ફલેટ પાસે વેજલપુર) ફરાર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments