Friday, April 19, 2024
Homeરાજકોટ : શાપર-વેરાવળના ઢોલરા ગામે વિદેશી દારૂની 1891 બોટલ સાથે બે શખ્સો...
Array

રાજકોટ : શાપર-વેરાવળના ઢોલરા ગામે વિદેશી દારૂની 1891 બોટલ સાથે બે શખ્સો ઝડપાયા

- Advertisement -

રાજકોટના SP બલરામ મીણાની સૂચનાથી શાપર-વેરાવળ પોલીસ ટીમ દ્વારા બાતમીના આધારે હિમાંશુ પટેલની વાડીએ દરોડો પાડ્યો હતો. વાડીમાંથી 1891 બોટલ વિદેશી દારૂની મળી આવી હતી. આથી પોલીસે દારૂની બોટલો અને બે મોબાઇલ મળી કુલ રૂ. 6,66,300નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ વાડી માલિક હિમાંશુ મનસુખ ભૂવા અને કેકુભાઇ માગીલાલ ભુરિયાની ધરપકડ કરી હતી. 1891 વિદેશી દારૂની બોટલોમાં બ્લેક પેસન વિસ્કી ફોર સેલ ઇન ગોવા ઓન્લી 750 MLની 912 બોટલ, કસીનો ક્લબ ડીલક્ષ વિસ્કી 750 MLની કાચની કંપની સીલ પેક 783 બોટલ અને બ્લુ પીસન જીન ફોર સેલ ઇન ગોવા 750 MLની 196 બોટલનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular