Monday, December 5, 2022
Homeગુજરાતસુરતના ઉત્કલ નગરમાંથી ગાંજાના જથ્થા સાથે બે ઝડપાયા

સુરતના ઉત્કલ નગરમાંથી ગાંજાના જથ્થા સાથે બે ઝડપાયા

- Advertisement -

કતારગામ પોલીસે ઉત્કલ નગર ઝૂપડપટ્ટીમાં બંધ પડી રહેલી ખોલીઓ તેમજ પતરાની આડમાં બનાવેલા ચોર ખાનામાંથી 30.58 લાખની કિંમતનો 305 કિલો 860 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે તેમજ ગાંજાનો જથ્થો પૂરો પાડનાર આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ડ્રગ્સ, ગાંજો જેવા નશીલા પદાર્થોનું વેચાણ કરતા આરોપીઓને ઝડપી પાડી જેલભેગા કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમાં કતારગામ પોલીસને બાતમી મળી હતી કે ઉત્કલ નગર ઝૂપડપટ્ટીમાં બંધ પડી રહેલી ખોલીઓ પૈકી બીલપડા ગલીમાં છેલ્લેથી ચોથી ખોલીની અંદર તથા તેની પાછળની ખોલીની બંને દીવાલોની વચ્ચે પતરાની આડમાં બનાવેલા ચોર ખાનામાં ગાંજાનો જથ્થો રહેલો છે. બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે 30.58 લાખની કિંમતનો 305 કિલો 860 ગ્રામ ગાંજાનો જથ્થો, બે મોબાઈલ તેમજ રોકડ રૂપિયા 5280 મળી કુલ 30.81 લાખની મત્તા કબજે કરી હતી.

આ ઘટનામાં પોલીસે અમરોલી કોસાડ આવાસ પાસે રહેતા મુન્ના પાંડી અને ઉત્કલનગર અંબાજી મહોલ્લા પાસે રહેતા દીપક ઉર્ફે આલોક અશોકકુમાર પાંડીની ધરપકડ કરી હતી. આ ઉપરાંત આ ઘટનામાં ગાંજાનો જથ્થો પૂરો પાડનાર નીલુ સાનિયા નાહક નામના ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular