દહેગામ : ચીસકારી ચોકડી રોડ ઉપર બે બાઈકો સામસામે ટકરાઈ : 1 વ્યક્તિ ગંભીર.

0
64

દહેગામ તાલુકાના ચીસકારી ચોકડી રોડ ઉપર બે બાઈકો સામસામે ટકરાતા એક વ્યક્તિ ગંભીર.
સારવાર માટે તાત્કાલિક ગાંધીનગર સિવિલ ખાતે દાખલ કરવામાં આવેલ છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ થી ઉંટેશ્વર મહાદેવ જવાના મુખ્ય માર્ગ ઉપર આજે ચિસકારી ચોકડી રોડ ઉપર સામસામે બે બાઇકો જોરદાર રીતે ટકરાયા હતા. તેમાંથી એક બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ તથા તેને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ માં એડમિટ કરવામાં આવેલ છે. મળતી માહિતી મુજબ ઘાયલ થયેલ વ્યક્તિ નામે ગણપતભાઇ જાલમ સિંહ સોલંકી, ગામ દેરોલી કપડવંજ તાલુકાનો વતની હોવાની જાણ થયલે છે. રોડ ઉપર આ બનાવ બનતા લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડેલાં જોવા મળી રહ્યાં હતા.

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, હરસોલી, દહેગામ ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here