ટી-20માં બે બાઉન્સર, મોટી બાઉન્ડ્રી લાઈન તથા પેનલ્ટીની જોગવાઈ કરો

0
9

દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કર કહે છે કે ટી20 એકદમ ક્રિકેટ પર્ફેકટ છે અને એમાં વધુ કોઈ બદલાવ કરવાની જરૂર નથી લાગી રહી છતાં એમાં બેટસમેનોનો દબદબો વધુ છે જો એવું લાગતું હોય તો નિયમો ઘડનારાઓએ ટી20માં એક ઓવરમાં બે બાઉન્સરની છૂટ આપવા તથા શકય હોય એટલી બાઉન્ડરી લાઈન લાંબી રાખવા વિશે વિચાર કરવો જોઈએ. એ ઉપરાંત જો કોઈ બોલર તેની પહેલી ત્રણ ઓવરમાં વિકેટ લે તો તેને એક એકસ્ટ્રા ઓવર એટલે કે ચારને બદલે પાંચ ઓવર કરવાની છૂટ વિશે પણ વિચાર કરવો જોઈએ.

બીજા અમુક બદલાવ વાત કરતાં ગાવસ્કરે કહ્યું કે ‘ટીવી અમ્પાયર અત્યારે બોલરનો નો-બોલ છે કે નહીં એનું ધ્યાન રાખી રહ્યાં છે એ જ રીતે બોલ ફેંકાતાં પહેલાં બેટસમેને ક્રીઝ છોડી છે કે નહીં એ જોવાની જવાબદારી પણ હોવી જોઈએ. કોઈ બેટસમેન બોલ ફેંકાતાં પહેલાં ક્રીઝ છોડી દે છે તો બોલર તેને રનઆઉટ કરીને સજા કરી શકે છે. બીજી રીતે જો ટીવી-અમ્પાયરને જણાય કે બેટસમેને વહેલી ક્રીઝ છોડી દીધી હતી અને એ બોલમાં ફોર, સિકસર કે જેટલા પણ રન બન્યા હોય એમાંથી એક રન શોર્ટ રનનો કાપી લેવો જોઈએ.’

બેટસમેન બોલ ફેંકાતાં પહેલાં ક્રીઝ છોડે અને બોલર તેને રનઆઉટ કરે તો તેને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ વિનુ માંકડ નામ પરથી આપવામાં આવેલો ‘માંકડિંગ’ શબ્દ વિશે ગાવસ્કરને વાંધો છે અને તેઓ કહે છે કે એ આપણા મહાન ક્રિકેટર વિનુ માંકડનું અપમાન છે. મને ખબર નથી પડતી કે મેદાનમાં આટલાં બધાં ખેલભાવના વિરુદ્ધનાં કાર્યો થતાં હોવા છતાં રનઆઉટની આ રીતને આપણી સામે કેમ જોડી દેવામાં આવી છે. આપણે ‘ફ્રેન્ચ-કટ’ કે ‘ચાઈનામેન’ જેવા શબ્દો હટાવવાની માંગણી સાથે આનો પણ ઉપયોગ બંધ કરી દેવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here