દહેગામ : તાલુકા અને શહેરમાં કોરોનાના બે કેસ પોઝિટિવ આવ્યા, દહેગામ શહેરમાં રહેતા મહિલાનું મોત

0
0

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં અને શહેરમાં બે કોરોના ના કેસ પોઝિટિવ આવતા સરકારી તંત્ર એલર્ટ થઈ જવા પામ્યું છે. દહેગામ શહેરમાં આવેલ લુહાર ચકલાના ફળિયામાં રહેતા દિપીકાબેન ત્રિવેદી ને કેસ પોઝિટિવ આવતા ગાંધીનગર સિવિલ માં દાખલ કરતાં તેમનું મોત થવા પામ્યું છે. માહિતી પ્રાપ્ત થયેલ મુજબ આ મહિલા ના ઘરે નરોડા થી તેમના સગા આવ્યા હતા અને આ મહિલા થોડા દિવસ પહેલા તલોદ શહેરમાં એક શોકસભામાં ગયા હતા તેથી તેમનો કેસ પોઝિટિવ આવ્યો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે હાલમાં આ વિસ્તારને કોરેન્ટેઈન કરવામાં આવ્યા છે અને સરકારી તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું છે.

 

 

કહેવાય છે કે આ વિસ્તાર બહુ ઞીચ હોવાથી સ્થાનિક લોકોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે તો આ બાબતે વધુ તકેદારી લેવાની જરૂર છે. દહેગામ શહેર માં પ્રથમ વખત પોઝિટિવ કેસ સામે આવ્યો છે અને દહેગામ તાલુકાના ચેખલાપગી ગામે રહેતા રમણજી વજાજી સોલંકી નો કેસ પોઝિટિવ આવ્યો છે. એટલે દહેગામ તાલુકા અને શહેરમાં બે કેસ પોઝિટિવ આવતા એક નું મોત થવા પામ્યું છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here