રાજકોટ : જામનગરમાં બે અને પાલિતાણામાં એક કેસ નોંધાયો, રાજકોટમાં લોકોને ડુંગળીનું વિતરણ કરી રહેલા કોર્પોરેટરની અટકાયત

0
9

રાજકોટ. જામનગરમાં વધુ બે પોઝિટિવ કેસ આજે નોંધાયા છે. જેમાં પટેલ કોલોનીમાં રહેતા 63 વર્ષીય પૂરૂષ અને રણજીત સાગર રોડ પર મારવાડીવાસમાં રહેતા 36 વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.ભાવનગરના પાલિતાણામાં વધુ એક કેસ પોંઝિટિવ નોંધાયો છે. પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા વિલાસબેન કિશોરભાઇ સોરઠીયા (ઉ.વ.49)ને સમરસ છાત્રાલયમાં ક્વોરન્ટીન કરાયા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા છે. ભાવનગર જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 95 થઇ છે. રાજકોટમાં વોર્ડ નં. 12ના કોંગ્રેસના કોર્પોરેટર જરૂરિયાતમંદ લોકોને ડુંગળીનું વિતરણ કરી રહ્યા હતા. પરંતુ પોલીસે આવી તે બંધ કરાવી અટકાયત કરી હતી. એક પરિવારને 7 કિલો ડુંગળી આપવામાં આવતી હતી. પરંતુ ગણ્યા ગાંઠ્યા લોકો જ આવતા હતા અને સોશિયલ ડિસ્ટન્સ અભાવ જોવા મળતા પોલીસે તેની અટકાયત કરી છે.

રાજકોટમાં બે વખત વાહન ડિટેઇન થયેલુ હશે તો જાહેરનામા ભંગની કાર્યવાહી કરાશે

રાજકોટ શહેર પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં લોકડાઉન દરમિયાન બે કે તેથી વધુ વખત કોઇ વાહન ડિટેઇન થયાનું જણાય તો તેની સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ પોલીસે 20 હજાર જેટલા વાહનો ડિટેઇન કર્યા છે. ડિટેઇન વાહનો પૈકી 100 જેટલા વાહનો બે કે તેથી વધુ વખત ડિટેઇન થયા હાવોનું સામે આવ્યું છે. લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવામાં રાજકોટ પોલીસને સફળતા મળી છે. મહારાષ્ટ્રથી મંજૂરી વગર દીવ પહોંચેલા વ્યક્તિને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. રાજકોટમાં લેવાયેલા 32 સેમ્પલમાંથી 17 નેગેટિવ અને 15ના રિપોર્ટ આવવાના બાકી છે.

મહારાષ્ટ્રનો આ વ્યક્તિ દીવમાં લંડનના પ્રવાસીને લેવા ગયો હતો અને ચેકપોસ્ટ પર ચેકીંગ કરતા ઝડપાયો

કોડીનારના જિનપ્લોટમાં મહારાષ્ટ્રથી આવેલા વ્યક્તિને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. તે જે કારમાં આવ્યો હતો તે ડ્રાઇવર પોલીસને ચકમો આપી ફરાર હતો. પોતે મહારાષ્ટ્રનો હોવાનું કહી પોલીસને અંધારામાં રાખીને ફરાર થયો હતો. કોડીનાર પોલીસે તેને શોધવા કાર્યવાહી હાથ ધરી હતી. અચાનક દીવમાં કાર લઇને લંડનના પ્રવાસી કે જેની ફ્લાઇટ હોવાથી તેને લેવા પહોંચ્યો હતો. લંડનના લોકોને લઇને તે ચેકપોસ્ટ સુધી પહોંચી ગયો હતો. દીવ પોલીસને શંકા જતા ચેક કરતા તેનું ટેમ્પરેચર વધુ આવ્યું હતું. દીવ પોલીસે પકડીને ગીરસોમનાથ પોલીસને હવાલે કર્યો હતો. કોરોના પોઝિટિવ વ્યક્તિને લઇને આવેલા આ વ્યક્તિ ઉનામાં પણ ઘણી જગ્યાએ ફર્યો હતો. દીવ પોલીસે લંડનના પ્રવાસીને ક્વોરન્ટીન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here