અમરેલી : પાણીના ખાડામાં ન્હાવા પડેલા એક જ પરિવારના 9 અને 8 વર્ષના બે બાળકના ડૂબી જવાથી મોત

0
28

અમરેલી. અમરેલી શહેરમાં ડૂબી જવાથી એક જ પરિવારના બે બાળકોના મોત નીપજ્યા છે. જેસિંગપરા રંગપુર રોડ પર આવેલા પાણીના ખાડામાં અર્જુન સોનપરા (ઉ.વ.9) અને સુન્ની સોનપરા (ઉ.વ.8) બંને ન્હાવા પડ્યા હતા. પરંતુ ખાડો ઊંડો હોવાથી બંને પાણીમાં ગરક થયા હતા. આ અંગેની જાણ ફાયરબ્રિગેડને થતા ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરના જવાનોએ પાણીના ખાડામાંથી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા અને પોલીસે પીએમ માટે મૃતદેહોને હોસ્પિટલ ખસેડ્યા હતા.

બે બાળકોના મોતથી પરિવારમાં માતમ

એક જ પરિવારના બે બાળકોના મોતથી સોનપરા પરિવારમાં માતમ છવાયો હતો. અસહ્ય ગરમીને કારણે બંને બાળકો રમતા રમતા પાણીના ખાડામાં ન્હાવા પડ્યા હતા. જો કે બંનેને તરતા ન આવડતું હોય ડૂબી ગયા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here