Wednesday, September 22, 2021
Homeબોડેલી-હાલોલ રોડ પર પૂરપાટ ઝડપે જતી કારે અડફેટે લેતા બે બાળકો અને...
Array

બોડેલી-હાલોલ રોડ પર પૂરપાટ ઝડપે જતી કારે અડફેટે લેતા બે બાળકો અને બે મહિલા ફંગોળાયા : એક મહિલાનું સારવાર દરમિયાન મોત.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના હાલોલ રોડ પર બુધવારે મોડી રાત્રે પૂરપાટ દોડતી કારે ચાર લોકોને અડફેટે લીધા હતા. જેમાં બે બાળકો અને બે મહિલાઓને ગંભીર ઇજાઓ પહોચતા 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન એક મહિલાનું મોત થયું હતું. જ્યારે ત્રણ લોકોને સારવાર આપવામાં આવી રહી છે.

ઇજાગ્રસ્ત બાળકોની સાઈકલ
ઇજાગ્રસ્ત બાળકોની સાઈકલ

કાર હાઇ ટેન્શન લાઈનના વીજ થાંભલા સાથે અથડાઇ

બોડેલીના હાલોલ રોડ પર મેલડી માતા મંદિર પાસે બાળકો રમી રહ્યા હતા અને જ્યાં બે મહિલાઓ પર હાજર હતી. તે સમયે પૂરપાટ ઝડપે કાર જઈ રહી હતી, ત્યારે કારે બે મહિલાઓ અને બે બાળકોને અડફેટે લીધા હતા. જેથી ચારેયે ફંગોળાયા હતા. માતેલા સાંઢની જેમ દોડતી કાર હાઇ ટેન્શન લાઈનના વીજ થાંભલા સાથે અથડાઇ હતી. એક મહિલાને ગંભીર ઇજાઓ પહોચતા વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

કારની અડફેટે થાંભલો પણ તૂટી ગયો હતો
કારની અડફેટે થાંભલો પણ તૂટી ગયો હતો
અકસ્માતને પગલે લોકોના ટોળા એકત્રિત થયા
કાર ચાલકે ગંભીર અકસ્માત કરતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને બોડેલી પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે દોડી જઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પૂરપાટ દોડતી કારે ચાર લોકોને અડફેટે લીધા
પૂરપાટ દોડતી કારે ચાર લોકોને અડફેટે લીધા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments