અમદાવાદ : નાના ચિલોડાના ઢાંકણીપુરામાં ખુલ્લા પ્લોટમાં રમતા બે બાળકોનું વીજપોલના કરંટથી મોત

0
0

( અહેવાલ : રવિ કાયસ્થ )

  • સિવિલ હોસ્પિટલમાં બંનેને મૃત જાહેર કરાયા હતા
  • રમતા રમતા બાળકો ત્યાં આવેલા એક ઇલેક્ટ્રિક થાંભલાને અડ્યા હતા
  • નરોડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
  • અમદાવાદ: શહેરનાં નાના ચિલોડા રોડ પર ઢાંકણીપુરા ગામે નવી વોટર વર્ક્સની ખુલ્લી જગ્યામાં રમતા બે બાળકોને ઇલેક્ટ્રિક વીજ થાંભલાના કરંટ લાગતા તેઓના મોત નીપજ્યાં છે. રમતા રમતા તેઓ થાંભલા પાસે ગયા હતા અને જેવા અડ્યા તેવા જ શોટ લાગતા તેઓ નીચે પટકાયા હતા. નરોડા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.
  • એક વર્ષથી મેઈન્ટેઈન નથી થયું
    મળતી માહિતી પ્રમાણે બંને બાળકો ત્રિપાઠી સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. છેલ્લા 1 વર્ષથી વીજપોલનું મેઈન્ટેઈન નથી થયું. જોકે હાલમાં જ ખોદકામ કર્યું હોવાથી વાયરો ખુલ્લા રહી ગયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

    રમતા રમતા બંને થાંભલાને અડ્યા હતા
    નાના ચિલોડા પાસે ઢાંકણીપુરા ગામમાં રબારીવાસમાં અંકિત જોગેન્દ્ર શર્મા (ઉ.વ.6) અને વિજય ગોપાલભાઈ ઠાકોર (ઉ.વ.8) રહેતા હતા. બંને બાળકો નવી બનેલા વોટર વર્કસની ખુલ્લી જગ્યામાં રમતા હતા. રમતા રમતા બાળકો ત્યાં આવેલા એક ઇલેક્ટ્રિક થાંભલાને અડ્યા હતા. જેના કારણે બંનેને શોટ લાગ્યો હતો. બંનેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં બંને બાળકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. નરોડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here