Friday, August 6, 2021
Homeસેનકાકુ આઇલેન્ડ નજીક બે ચાઇનીઝ જહાજની જાપાનની સમુદ્ર સરહદમાં ઘૂસણખોરી, જાપાની કોસ્ટગાર્ડે...
Array

સેનકાકુ આઇલેન્ડ નજીક બે ચાઇનીઝ જહાજની જાપાનની સમુદ્ર સરહદમાં ઘૂસણખોરી, જાપાની કોસ્ટગાર્ડે ચેતવણી આપી ભગાડ્યાં

દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની વધતી દાદાગીરી સામે પડોશી દેશોએ બોલવાનું શરૂ કરી દીધું છે. જાપાને રવિવારે સેનકાકુ આઇલેન્ડ નજીક પોતાની સરહદમાં ઘૂસી આવેલાં ચીનનાં બે જહાજને તરત જ પરત જવા માટે ચેતવણી આપી હતી, ત્યાર બાદ પોતાની સરહદમાં પરત ફર્યાં હતાં. એનએચકે વર્લ્ડ રિપોર્ટ પ્રમાણે, ચીનનાં ત્રણ જહાજ જાપાનની એક માછીમારી કરતી બોટનો પીછો કરી રહ્યું હતું. એમાંથી બે જહાજ જાપાનની સમુદ્ર સરહદમાં ઘૂસી આવ્યાં હતાં. આ જહાજ સવારથી સાંજ સુધી જાપાનની સમુદ્ર સરહદમાં રહ્યાં હતાં, ત્યાર બાદ જાપાન કોસ્ટ ગાર્ડે એમને પરત જવા માટે કહ્યું હતું.

28 ઓગસ્ટ બાદ આ પહેલો બનાવ હતો, જ્યારે ચીનનાં જહાજ જાપાનની સમુદ્ર સરહદમાં ઘૂસી આવ્યાં હતાં. આ વર્ષે અત્યારસુધીમાં 18 વખત ચીનનાં જહાજ જાપાનની સમુદ્ર સરહદમાં ઘૂસણખોરી કરી ચૂક્યાં છે. ચીનનાં જહાજોની હરકતોને જોતાં જાપાને પોતાના ઇન્ટરનેશનલ મરીન બોર્ડર પર છેલ્લા કેટલાક મહિનાઓથી પેટ્રોલિંગ વધારી દીધું છે. એક દિવસ પહેલાં જ મલેશિયાએ માછીમારી કરતી 6 ચાઇનીઝ ફિશિંગ બોટ જપ્ત કરી હતી.

મલેશિયાએ પોતાના સમુદ્ર વિસ્તારમાંથી ચીનના 60 લોકોને પકડ્યા હતા

મલેશિયાએ પણ ચીનને દક્ષિણ ચીન સમુદ્રમાં પડકાર ફેંક્યો છે. મલેશિયાની મેરીટાઇમ એન્ફોર્સમેન્ટ એજન્સી (MMEA)એ શુક્રવારે ચીનની 6 માછીમારી કરતી બોટ જપ્ત કરી હતી. આ બોટ મેલેશિયાની સમુદ્ર સરહદમાં જોહોરની ખાડીમાં ગેરકાયદે રીતે ઘૂસી આવી હતી. એના પર સવાર ચીનના 60 નાગરિકોની પણ ધરપકડ કરાઈ હતી. MMEAએ તાનજુંગ સિડિલ ઝોનના ડિરેકટર કેપ્ટન મોહમ્મદ જુલ્ફાદલી નયને કહ્યું હતું કે સમુદ્ર વિસ્તારમાં ઓપરેશન ચાલવવા દરમિયાન બે અલગ-અલગ જગ્યા પર ચીનનાં જહાજ દેખાયાં હતાં. ત્યાર બાદ કાર્યવાહી કરવામાં આવી હતી.

સેનકાકુ આયલેન્ડને લઈને ચીન-જાપાનમાં ચાલી રહ્યો વિવાદ

જાપાનના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં સેનકાકુ કે દાયાયુ આઇલેન્ડ છે. આ જ ચીનની સાથે જાપાનના વિવાદનું કારણ છે. જોકે હાલ અહીં જાપાનનો કબજો છે, પણ ચીન તેના પર પોતાનો દાવો કરી રહ્યું છે. આ દક્ષિણ ચીનની નજીક છે. આ આઇલેન્ડ નજીક 12 માઇલનો ઇન્ટરનેશનલ રૂટ પણ છે. જોકે ચીન એને માનતું નથી અને ઘણીવાર જાપાનના એરસ્પેસમાં પ્રવેશ કરે છે. આને ધ્યાનમાં રાખીને જાપાની એરફોર્સને હંમેશાં સચેત રહેવું પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments