Sunday, April 27, 2025
HomeઅમદાવાદAHMEDABAD : બે તત્ત્વોએ પેટ્રોલ પંપ પર યુવકને ઢોર માર માર્યો,પોલીસે ભણાવ્યો...

AHMEDABAD : બે તત્ત્વોએ પેટ્રોલ પંપ પર યુવકને ઢોર માર માર્યો,પોલીસે ભણાવ્યો પાઠ

- Advertisement -

અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વો દ્વારા પ્રજામાં ભય અને આતંક ફેલાવવાની ઘટના બાદ  સરકાર દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. આ દરમિયાન શહેરમાં બે શખસો એક યુવકને પટ્ટા વડે ઢોર માર મારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. હવે પોલિસ દ્વારા વાઈરલ વીડિયોમાં દેખાતા બંન્ને આરોપીઓની અટકાયત કરીને બરાબરનો પાઠ ભણાવ્યો હતો.

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, અમદાવાદના એક પેટ્રોલ પંપ ઉપર યુવકને ઢોર માર મારતો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો અમદાવાદના ઓઢવ વિસ્તારનો છે. જેમાં પેટ્રોલ પંપ પર બે શખસે એક યુવકને ઢોર માર મારી રહ્યા છે. એક શખસે યુવકને વાળ પકડીને ઢસડી રહ્યો છે, જ્યારે બીજોએ યુવકને પટ્ટા વડે ઢોર માર મારી રહ્યો છે. માત્ર 50 રૂપિયાની તકરારમાં યુવકને માર માર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે, સમગ્ર બનાવ બાદ આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા તેમના સામે કાયદાકીય કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular