રામમંદિર પ્લાનના ક્લીયરન્સ માટે બે કરોડ ટ્રસ્ટ ચૂકવશે, આ છે મોટું કારણ

0
0

શ્રી રામ જન્મભૂમિ મંદિર તીર્થ ટ્રસ્ટ અયોધ્યમાં રામ જન્મભૂમિ મંદિરના નિર્માણને લગતા જુદા જુદા ક્લીયરન્સ માટે ભરવી પડતી તમામ રકમ ભરી દેશે કે જેથી ભવિષ્યમાં કોઈ વિવાદ ના થાય કે ભાજપ સરકાર સામે કોઈ આંગળી ના ચીંધે.

મંદિરનો પ્લાન તૈયાર

રામમંદિર નિર્માણ માટે અયોધ્યા વિકાસ પ્રાધિકરણ પાસેથી અલગ અલગ પ્રકારની મંજૂરીઓ લેવાની છે. શ્રી રામ જન્મભૂમિ મંદિર તીર્થ ટ્રસ્ટે મંદિરનો પ્લાન તૈયાર કરી દીધો છે. શુક્રવારે આ પ્લાન મંજૂરી માટે મૂકાશે ત્યારે ક્લીયરન્સ માટેની બે કરોડ રૂપિયાની ફી પણ ભરી દેવાશે. ટ્રસ્ટે લોકો પાસેથી દાનના સ્વરૂપમાં મળેલી રકમમાંથી ક્લીયરન્સની ફી ઉભી કરી છે.

ખોદવાનું કામ શરૂ થઈ જશે

આ પ્લાન શુક્રવારે જ મંજૂર થઈ જશે એ જોતાં શનિવારથી રામમંદિરના પાયા ખોદવાનું કામ શરૂ થઈ જશે. રામ જન્મભૂમિ સંકુલ ખાતે મોદીના કાર્યક્રમને અનુલક્ષીને ઓલ વેધર ટેન્ટ લગાવાયા હતા. ગુરૂવારથી આ ટેન્ટ હટાવીને સફાઈ શરૂ કરાઈ છે. જમીનને પહેલાં જ સમતલ કરી દેવાઈ છે તેથી બે દિવસમાં સફાઈ થઈ જાય પછી તરત જ પાયા ખોદાવા માંડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here