Monday, October 25, 2021
Homeપોર્ટુગલમાં ફાઈઝરની વેક્સિન લગાવ્યાને બે દિવસ બાદ નર્સનું મૃત્યુ , સોનિયા સહિત...
Array

પોર્ટુગલમાં ફાઈઝરની વેક્સિન લગાવ્યાને બે દિવસ બાદ નર્સનું મૃત્યુ , સોનિયા સહિત 538 આરોગ્ય કર્મચારીઓને વેક્સિન લગાવવામાં આવી હતી

પોર્ટુગલમાં ફાઇઝરની વેક્સિન લગાવ્યાના બે દિવસ બાદ 41 વર્ષીય નર્સનું મૃત્યુ થયું છે. પોર્ટુગલના આરોગ્ય વિભાગે આ બાબતે તપાસના આદેશ આપ્યા છે. જ્યારે વેક્સિન લગાવવામાં આવી હતી, ત્યારે નર્સ સંપૂર્ણ રીતે સ્વસ્થ હતી અને તેને કોઈ પ્રકારની આડઅસર પણ થઈ નહોતી.

બે બાળકોની માતા સોનિયા આઝેવેડો પોર્ટુગલના પોર્તોમાં ઇન્સ્ટિટ્યુટો પોર્ટુગીઝ ડી ઓંકોલોજિયા (IPO)માં સર્જિકલ આસિસ્ટન્સ તરીકે કામ કરતી હતી. ગત બુધવારે, સોનિયા સહિત 538 આરોગ્ય કર્મચારીઓને વેક્સિન લગાવવામાં આવી હતી, જેમાં સોનિયા પણ સામેલ હતી. તેણે 31 ડિસેમ્બરના રોજ તેના પરિવાર સાથે ડિનર લીધું હતુ અને સવારે મૃત હાલતમાં મળી હતી.

મોતનું કારણ હજી નક્કી નથી થયું

સોનિયાના પિતા એબિલીયો કહે છે કે હું જાણવા માંગુ છું કે મારી પુત્રીનું મોત કેવી રીતે થયું? તે એક આણંદમાં રહેનારી અને સ્વસ્થ યુવતી હતી. તેણે ન તો ક્યારેય દારૂ પીધો છે કે ન તો એવી કોઈ ચીજ ખાધી જે ના ખાવી જોઈએ.

વેક્સિન લગાવવાથી ખુશ હતી સોનિયા

સોનિયા તે વાતથી ખૂબ ખુશ હતી કે તેને વેક્સિન અપાઇ રહી છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાનો પ્રોફાઇલ ફોટો પણ બદલ્યો હતો અને ફેસ માસ્ક પહેરેલી સેલ્ફી સાથે લખ્યું હતું, ‘મને કોવિડ -19 વેક્સિન આપવામાં આવી છે’.

પુત્રી વાનીયા કહે છે કે આ બધું અચાનક જ બન્યું. અમે તો કશું સમજી શક્યા જ નહીં. રાત્રે બધું બરાબર હતું અને સવાર સુધીમાં બધું બદલાઈ ગયું હતું. વેક્સિન લગાવ્યા પછી મારી માતામાં કોઈ ફેરફાર જોયો ન હતો. જ્યાં વેક્સિન મુકાવી હતી ત્યાં તેને દુખાવો થતો હતો.

WHO તરફથી મંજૂરી મળેલી પ્રથમ વેક્સિન છે ફાઈઝર

ફાઈઝરની કોરોના વેક્સિન એ વિશ્વની પ્રથમ વેક્સિન છે જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા ઈમરજન્સી મંજૂરી આપવામાં આવી છે. આનો અર્થ એ છે કે UNની એજન્સીઓ અને અન્ય આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાઓ તેનો ઉપયોગ કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments