અમદાવાદ : શહેરમાં બે દિવસ બાદ કોરોનાના નવા કેસ ફરી 200ને પાર, 4 દિવસ બાદ મોત ફરી સિંગલ ડિજિટમાં, કુલ કેસ 20,716

0
5

અમદાવાદ. શહેર અને જિલ્લા સહિત સતત સાતમા દિવસે 250થી ઓછા એટલે કે 236 કેસ નોંધાયા છે અને 9 દર્દીના મોત થયા છે. 28 જૂનની સાંજથી 29 જૂનની સાંજ સુધીમાં શહેરમાં 222, જ્યારે જિલ્લામાં 14 કેસ નોંધાયા છે. આ ઉપરાંત શહેરમાં 150 અને જિલ્લામાં 21 દર્દી મળીને કુલ 171 ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જ અમદાવાદ શહેર-જિલ્લામાં કુલ કેસનો આંકડો 20,716 જ્યારે મૃત્યુઆંક 1,436 થયો છે. શહેર-જિલ્લામાં કુલ 15,831 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

બે દિવસ બાદ ફરી નવા કેસ 200ને પાર, ચાર દિવસ બાદ મોત ફરી સિંગલ ડિજિટમાં

શહેરમાં લગભગ બે મહિના પછી છેલ્લા બે દિવસથી કોરોનાના કેસનો આંકડો 200 નીચે જઈ રહ્યો હતો જે આજે ફરી 200ને પાર થયો છે. આ પહેલા 27 જૂને 197 અને 28 જૂને 198 કેસ નોંધાયા હતા. 26 જૂને 8 મોત, 27 જૂને 10 મોત, 28 જૂને 13 મોત અને 29 જૂને 9 દર્દીના મોત થયા છે. આમ ચાર દિવસ બાદ મોત ફરી સિંગલ ડિજિટમાં આવ્યા છે.

સતત 7માં દિવસે 250થી ઓછા કેસ 

આ પહેલા શહેર અને જિલ્લામાં 7 જૂનના રોજ 318, 8 જૂને 346, 9 જૂને 331, 10 જૂને 343, 11 જૂને 330, 12 જૂને 327,13 જૂને 344, 14 જૂને 334, 15 જૂને 327, 16 જૂને 332, 17 જૂને 330, 18 જૂને 317, 19 જૂને 312, 20 જૂને 306, 21 જૂને 273, 22 જૂને 314, 23 જૂને 230 અને 24 જૂને 205 કેસ, 25 જૂને 225, 26 જૂને 219 અને 27 જૂને 211, 28 જૂને 211, 29 જૂને 236 કેસ નોંધાયા છે.