નેપાળના PMને બે દિવસ રાહત : હવે સોમવારે PMની કિસ્મતનો નિર્ણય લેવાશે, આજે યોજાનારી સ્ટેંડિંગ કમિટિની બેઠક ટળી

0
8

કાઠમાંડૂ. નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીના રાજીનામા અંગે નિર્ણય હવે સોમવારે લેવાઈ શકે છે. શનિવારે યોજાનારી સ્ટેંડિંગ કમિટિની મીટિંગ અંત ઘડીએ ટળી ગઈ છે. ઓલીના મુખ્ય વિરોધી અને સત્તારૂઢ નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પુષ્પ કમલ દહલ પ્રચંડ વચ્ચે સતત બીજા દિવસ ચર્ચા થશે. આ ચર્ચા પર સૌની નજર છે. આ વાતચીતથી એ સંકેત મળી શકે છે કે સોમવારે શું નિર્ણય લેવાશે.

પીએમ ઓલીએ રાજીનામું આપવાનો ઈન્કાર કર્યો 

નેપાળમાં રાજકીય સંકટ વધુ ઘેરાતું જઈ રહ્યું છે. આજે યોજાનારી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાયી સમિતિની બેઠક ટળી ગઈ છે. આ સાથે જ નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી વિભાજમન તરફ આગળ વધતી દેખાઈ રહી છે. વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે.

કોવિ-19 પર કાબૂ મેળવવાના કેસમાં ઓલી પહેલા જ નિશાના પર હતા. ભારત અને ચીનના વિવાદમાં જ્યારે તેમણે ભારત પર સરકાર પાડવા માટે ષડયંત્રનો આરોપ લગાવ્યો તો મામલો વધું બગડ્યો હતો. હવે તેમની પાસે રાજીનામાની માંગ કરાઈ રહી છે.

ખુરશી બચાવવાના દરેક પ્રયાસ 

NCPના અન્ય બીજા યૂનિટ નેપાળમાં પ્રભાવશાળી માનવામાં આવે છે. કાઠમાંડૂ પોસ્ટ અખબારના જણાવ્યા પ્રમાણે, ઓલીએ આ યૂનિટના મોટા નેતાઓ સાથે મુલાકાત કરી અને સહયોગ માંગ્યો હતો. જેમાંથી ઘણા નેતાઓના તો ઘરે અને ઓફિસ સુધી પહોંચી ગયા હતા. પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પ્રચંડ સાથે 3 કલાક પોતાના ઘરે વાતચીત કરી હતી.

આજે સ્થાયી સમિતિની બેઠક 

NCPની સ્થાયી સમિતિની આજે બેઠક યોજાશે. જેમાં ઓલીના ભાગ્યનો નિર્ણય થઈ શકે છે. પ્રચંડ અને ઓલીની ત્રણ કલાકની મુલાકાતમાં શું ચર્ચા થઈ એ જાણકારી તો આપવામાં નથી આવી પણ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બન્ને નેતાઓમાં વિશ્વાસ ફરી સ્થાપવા અંગે ચર્ચા થઈ હતી.પ્રચંડે રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી સાથે પણ મુલાકાત કરી હતી.

ઓલીનો રસ્તો મુશ્કેલ

બુધવારે પ્રચંડની અધ્યક્ષતામાં પાર્ટીની સ્થાઈ સમિતિની બેઠકમાંથી 44માંથી 33 સભ્યોએ ઓલી પાસે રાજીનામાની માંગ કરી હતી. ત્યારબાદ ગુરુવારે ઓલીના રાજીનામા અંગે સહમતિ ન થવા અંગે સમિતિની બેઠક ટળી ગઈ હતી. હવે પાર્ટીના તૂટવાનું જોખમ પણ છે. ખાસ વાત તો એ છે કે ઓલી સ્ટેંડિંગ કમિટિની 7 દિવસ ચાલેલી મીટિંગમાં માત્ર 2માં જ સામેલ થયા હતા. તે પાર્ટી નેતાઓના સવાલોના જવાબ આપવાથી બચી રહ્યા હતા.

નવી પાર્ટી બનાવી શકે છે

ઓલીના નવી પાર્ટી બનાવવાના સમાચાર છે. મળતી માહિતી પ્રમાણે તેમણે નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી UMLના નામથી પાર્ટીનું રજિસ્ટ્રેશન પણ કરાવ્યું છે. સંકટ વચ્ચે કાઠમાંડૂમાં ચીનની રાજદૂત હોઉ યાનકીને રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ ડીનર માટે બોલાવી છે. નેપાળમાં સૌથી શક્તિશાળી રાજદૂતમાં ઓળખાતી યાનકી રાજકીય સંકટનો ઉકેલ લાવવામાં પણ સક્રિય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here