અમદાવાદ : વસ્ત્રાપુર ગ્વાલિયા સ્વીટ્સના બે કર્મચારીઓ પોઝિટિવ, દુકાન સીલ, અન્ય કર્મચારી હોમ ક્વોરન્ટીન

0
11

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વસ્ત્રાપુરમાં સનરાઈઝ મોલમાં આવેલી ગ્વાલિયા સ્વીટ માર્ટ નામની દુકાનને સીલ કરવામાં આવી છે. મીઠાઈની દુકાનમાં કામ કરતાં બે કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોર્પોરેશન દ્વારા કાર્યાવાહી કરવામાં આવી છે. ગ્વાલિયા સ્વીટ માર્ટમાં રક્ષાબંધન અને સાતમ-આઠમમાં અનેક લોકો મીઠાઈ ખરીદવા દુકાને આવ્યા હતા. દુકાનમાં કામ કરતા અન્ય કર્મચારીઓને પણ હોમ ક્વોરન્ટીન માટેની સૂચના કોર્પોરેશન દ્વારા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં ગ્વાલિયા સ્વીટને ક્વોરન્ટીન વિસ્તાર જાહેર કર્યો છે.

કર્મચારીના રિપોર્ટ પોઝિટિવ આવતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ
શહેરમાં એકતરફ દરરોજ 150થી વધુ કોરોનાના નવા કેસ સામે આવી રહ્યાં છે ત્યારે હાલમાં તહેવારોના સમયમાં લોકો પ્રમાણમાં લોકો મીઠાઈ તેમજ અન્ય વસ્તુઓની ખરીદી કરતા જોવા મળશે. રક્ષાબંધન તેમજ આઠમ જેવા તહેવારમાં મીઠાઈઓની દુકાનોમાં લોકોની ભારેભીડ જામતી હોય છે. ત્યારે આ દુકાનના કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભયનો માહોલ ફેલાયો છે. કારણ કે આટલા દિવસમાં કેટલા લોકો આ કર્મચારીઓના સંપર્કમાં આવ્યા છે તે જાણવુ મુશ્કેલ છે. અને જો એમાથી કોઈ એકને પણ ચેપ લાગે છે તો લોકલ સંક્રમણનું જોખમ વધી જાય છે.

નિયમનું પાલન ન કરનારા મોલ્સ-દુકાનો સીલ થઈ
ઓગસ્ટ મહિનાના શરૂઆતથી શહેરના મોટાભાગના મોલ તેમજ શોપિંગ કોમ્પ્લેક્ષ ખુલી ગયા છે. ત્યારે એએમસી દ્વારા તમામ દુકાનદાર તેમજ મોલ સંચાલકોને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા માટે ખાસ સૂચના અપાઈ છે. છતાં કેટલીક જગ્યા પર નિયમનો ભંગ થતો જોવા મળે છે. જેના કારણે કોર્પોરેશન દ્વારા તે દુકાનદારો સામે કડક પગલા લેવામાં આવે છે. શહેરમાં છેલ્લા 15 દિવસમાં ઘણા મોલ તેમજ દુકાનો કે જ્યાં સરકારી ગાઈડલાઈનનું પાલન નથી થતું ત્યાર સીલ મારી તેવામાં આવ્યું છે. જેમા વસ્ત્રાપુરમાં આવેલો આલ્ફા મોલ પણ સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here