Thursday, February 6, 2025
HomeગુજરાતGUJARAT: મહીસાગર નદીમાં નાહવા ગયેલા બે મિત્રોના ડૂબી જવાથી મોત

GUJARAT: મહીસાગર નદીમાં નાહવા ગયેલા બે મિત્રોના ડૂબી જવાથી મોત

- Advertisement -

સિંઘરોટ કોટણા મહીસાગર નદીમાં  નાહવા ગયેલા પાંચ યુવકો ઉંડા પાણીમાં જતા રહેતા ડૂબવા લાગ્યા હતા.જે પૈકી ત્રણ મિત્રો બહાર નીકળી ગયા હતા. જ્યારે અન્ય બે મિત્રો ડૂબી જતા તેઓના મોત થયા હતા. એક જ સોસાયટીના બે યુવકો ડૂબી જતા વિસ્તારમાં શોક ફેલાઇ ગયો છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તાંદલજાની ઇબ્રાહિમ પાર્ક સોસાયટીમાં રહેતો ૧૮ વર્ષનો સોયેબ ઇરફાનભાઇ  પઠાણ તથા ૧૮ વર્ષનો જેનુલ જેનુલ જાકીરભાઇ પટેલ તેઓના અન્ય ત્રણ મિત્રો સાથે સિંઘરોટ નજીક કોટણા મહીસાગર નદીમાં આજે રવિવારની રજા હોવાથી નાહવા માટે ગયા હતા. બપોરે ચાર વાગ્યે તેઓ નદીમાં નાહતા હતા. તે સમયે અચાનક તેઓ પાણીમાં અંદર જતા રહેતા વહેણમાં તણાવા લાગ્યા હતા. પાંચ પૈકી ત્રણ મિત્રો પાણીમાંથી બહાર આવવવામાં સફળ રહ્યા હતા. તેઓને એવું લાગ્યું હતું કે, તેમના અન્ય બે મિત્રો પણ બહાર આવી ગયા હશે. પરંતુ, જેનુલ અને સોયેબને નહીં જોતા તેમણે બૂમાબૂમ કરી હતી. જેથી, સ્થાનિક તરવૈયાઓએ નદીના પાણીમાં જઇને તપાસ કરતા જેનુલ અને સોયેબના મૃતદેહ મળી આવ્યા હતા. બંનેના મૃતદેહ  બહાર કાઢી પોલીસને જાણ કરવામાં આવતા નંદેસરી પોલીસે ઘટના સ્થળે  પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બંનેના મૃતદેહ પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.  વડોદરા,કોટણા નજીકથી પસાલ થતી મહિસાગર નદીમાં અવાર – નવાર ડૂબી જવાના બનાવો બને છે અને લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. તેમછતાંય તંત્ર દ્વારા આ સ્થળે નાહવા પર કોઇ પ્રતિબંધ ફરમાવવામાં આવતો નથી. સાવલીના લાંછનપુરા ગામે ડૂબી જવાના બનાવો બનતા  હોવાથી ત્યાં નાહવા  પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા કોટણા નદીમાં પણ પ્રતિબંધ લગાવવામાં આવે તો આવી દુર્ઘટના ઘટે નહીં.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular