Monday, October 18, 2021
Homeવડોદરા : મુસાફરના સ્વાંગમાં ઓટો રિક્ષામાંથી વૃદ્ધના 800 ડોલર સેરવી લેનાર ચાલક...
Array

વડોદરા : મુસાફરના સ્વાંગમાં ઓટો રિક્ષામાંથી વૃદ્ધના 800 ડોલર સેરવી લેનાર ચાલક સહિત બે ગઠિયા ઝડપાયા

ઓટો રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા ગઠીયાઓએ ઓટો રિક્ષામાં બેઠેલા વૃધ્ધ મુસાફરના 800 ડોલર સેરવી રફૂચક્કર થઇ ગયા હતા. વૃદ્ધના ડોલર લઇને રફૂચક્કર થઇ ગયેલા ઓટો રિક્ષા ચાલક સહિત બે ગઠીયાઓને ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. વૃધ્ધ ડોલર લઇને ભારતીય ચલણ લેવા માટે નીકળ્યા હતા.

વાતોમાં ભોળવી દઈને છેતરપિંડી કરી

આ બનાવની વિગત એવી છે કે, શહેરમાં રહેતા સિનીયર સિટીઝન 800 ડોલર લઇને ભારતીય કરન્સી લેવા માટે ઓટો રિક્ષામાં બેઠા હતા. ઓટો રિક્ષામાં અગાઉથી જ બેઠેલ એક શખ્સે સિનીયર સીટીઝનને વાતોમાં પરોવી તેઓની પાસેના રૂપિયા 800 ડોલર સેરવી લીધા હતા. અને રસ્તામાં ઉતરી પડ્યો હતો. દરમિયાન સિનીયર સિટીઝને આ અંગેની ફરિયાદ માંજલપુર પોલીસ મથકમાં નોંધાવી હતી. જોકે, આ બનાવ અંગેની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી.

પોલીસે આરોપીઓને ઝડપી લીધા

ક્રાઇમ બ્રાંચના પી.આઇ. જે.જે. પટેલ અને એ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ.આર. ચૌધરી અને તેમના સ્ટાફ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટીમે ચોક્કસ માહીતી આધારે સમા કેનાલ પાસેથી ઓટો રિક્ષામાં જઇ રહેલા બે ઇસમોને 800 ડોલર સાથે ઝડપી પાડ્યા હતા. ક્રાઇમ બ્રાંચે 800 ડોલર સાથે ઝડપી પાડેલા શખ્સોની પૂછપરછ કરતા એકનું નામ વશરમા મેધજીભાઇ પરમાર (દંતાણીયા) (રહે. સુરજનગર કેનાલ રોડ સમા વડોદરા મુળ રાજપરા ગામ પાલીતાણા ભાવનગર) તથા બાવકુ નાનજીભાઈ પરમાર (દંતાણીયા) રહે. સુરજનગર કેનાલ રોડ સમાં વડોદરા મુળ બારમણ ગામ ખાંભા અમરેલી) હોવાનું બહાર આવ્યું હતું. અને તેઓએ માંજલપુર પોલીસ મથકની હદમાંથી એક વૃધ્ધના 800 ડોલરની ચોરી કરી હેવોની કબુલાત કરી હતી.

મુદ્દામાલ કબ્જે કરાયો

આ બનાવની ફરિયાદ જે તે સમયે માંજલપુર પોલીસ મથકમાં નોંધાયેલી હોઇ, ક્રાઇમ બ્રાંચે 800 ડોલરની ચોરી કરનાર બંનેને માંજલપુર પોલીસના હવાલે કર્યા હતા. ક્રાઇમ બ્રાંચે ઝડપાયેલા વશરમા પરમાર અને બાવકુ પરમાર પાસેથી અમેરીકન ડોલર 800 તથા એક રૂપિયા 50,000 કિંમતની ઓટોરીક્ષા કબજે કર્યા હતા. બીજી બાજુ માંજલપુર પોલીસે ઝડપાયેલા બંને શખ્સોના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments