ગુજરાતની બે કંપનીઓ ફેબ્રુઆરીમાં ટોપ-5 સેલર્સ રહી

0
4

ઈન્ડિયન ફાર્માસ્યુટીકલ્સ માર્કેટ (આઈપીએમ)માં જુદા-જુદા સેગમેન્ટના વેચાણોમાં ગુજરાતની બે કંપનીઓ ફેબ્રુઆરીમાં ટોપ-5 સેલર્સ રહી છે. કાર્ડિયાર્ક સેગમેન્ટમાં સન ફાર્માની આવકો ફેબ્રુઆરીમાં વધી 17.28 કરોડ રહેવા સાથે ટોપ પર્ફોર્મર રહી હતી. તો બીજા ક્રમે ટોરેન્ટ ફાર્મા રહી હતી. જેમાં વાર્ષિક 9.7 ટકાનો ગ્રોથ થયો છે. આ ઉપરાંત ગેસ્ટ્રો ઈન્ટેસ્ટિનલ સેગમેન્ટમાં પણ સન ફાર્મા 2.6 ટકા સેલ્સ ગ્રોથ સાથે ટોપ-2 પર્ફોર્મર રહી હતી.

એન્ટી- ડાયાબિટિકમાં સન ફાર્માનુ સ્થાન ચોથુ જ્યારે વિટામિન્સ,મિનરલ્સ, ન્યુશિયન્સ સેગમેન્ટમાં ટોરેન્ટ ફાર્મા ચોથા અને સન ફાર્મા પાંચમા ક્રમે રહી હતી. આઈપીએમના કુલ ટર્નઓવરમાં 57 ટકા હિસ્સો ટોપ-5 થેરેપીનો છે. જેમાં કાર્ડિયાર્ક, એન્ટી-ઈન્ફેક્ટિવ્સ, ગેસ્ટ્રો ઈન્ટેસ્ટિનલ, એન્ટી ડાયાબિટિક, અને વિટામિન્સ-મિનરલ્સ-ન્યુટ્રિશયન્સ સામેલ છે.

ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે ટોરેન્ટ ફાર્મા અને સન ફાર્માને AA/ સ્થિર આઉટલુક આપવા સાથે આગામી સમયમાં અન્ય ફાર્મા કંપનીઓ સહિત ભારતીય ફાર્મા સેક્ટર નવી ઉંચાઈ હાંસિલ કરવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે.

ઈન્ડિયન ફાર્માસ્યુટીકલ માર્કેટના વેચાણો ફેબ્રુઆરીમાં વાર્ષિક ધોરણે 1.1 ટકા વધ્યા છે. જાન્યુઆરી, 2021 અને ડિસેમ્બર,2020 સામે ઘટ્યા છે. જેની પાછળનુ કારણ એક્યુટ થેરેપી સેગમેન્ટના વેચાણોમાં ઘટાડો છે. ફેબ્રુઆરીમાં સરેરાશ કિંમત અને નવી પ્રોડક્ટ લોન્ચિંગ મામલે ગ્રોથ 4.7 ટકા અને 2.7 ટકા વધ્યો છે.

ગુજરાતી ફાર્મા શેર્સમાં વાર્ષિક ધોરણે સરેરાશ 55 ટકા વૃદ્ધિ

ભારતીય ફાર્માસ્યુટિકલ માર્કેટમાં 40 ટકા સુધીનો ફાળો ધરાવતા ગુજરાતના ફાર્માસ્યુટીકલ સેક્ટરની કંપનીઓના શેર્સમાં છેલ્લા એક વર્ષમાં 55 ટકા સુધી વૃદ્ધિ થઇ છે. પરંતુ સેકેન્ડરી માર્કેટમાં થોડાં કેટલાંક સમયથી જારી રહેલાં કરેક્શનના માહોલના કારણે ચાલુ કેલેન્ડર વર્ષમાં 22 ટકા સુધીનુ કરેક્શન પણ નોંધાઈ ચૂક્યુ છે. એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ લિ.નો શેર 12 માસમાં 55.23 ટકા વધ્યો છે. પરંતુ 1 જાન્યુઆરીથી 19 માર્ચ સુધીમાં 15 ટકા ઘટ્યો છે.

કેડિલા હેલ્થકેરમાં વાર્ષિક 54 ટકા ઉછાળા સામે કેલેન્ડર વર્ષમાં 11 ટકાનુ કરેક્શન નોંધાયુ છે. આ ઉપરાંત સન ફાર્માનો શેર 43.48 ટકા, લિંકન ફાર્મા 34.62 ટકા, એરિસ લાઈફસાયન્સ 31.31 ટકા, અને ઝાયડસના શેર 25.13 ટકા સુધી વધ્યા છે. બીજી બાજુ તેમાં ચાલુ કેલેન્ડર વર્ષ દરમિયાન 2થી 10 ટકા સુધીનુ કરેક્શન જોવા મળ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here