ગાંધીનગર : અમદાવાદ માં રહેતા દહેગામના બે આરોગ્યકર્મી કોરોનાગ્રસ્ત.

0
38

દહેગામ શહેર અને તાલુકામાં ફરજ બજાવતા બે આરોગ્યકર્મીઓન કોરોનાગ્રસ્ત થયા છે. કોરોના વોરિયર્સ તરીકે અગ્રીમ મોરચે ફરજ બજાવતા બે કર્મચારીઓને કોરોના થતા આરોગ્ય વિભાગ ઉપરાંત પોલીસ વિભાગ માં ફફડાટ ફેલાયો છે. દહેગામ માં ત્રણ દિવસ બાદ કોરોના ન બે કેસ નોંધાયા છે. દહેગામ શહેર ખાતે સી.એચ. સી માં લેબ ટેક્નિસિયન તરીકે ફરજ બજાવતા 52 વર્ષીય મહિલા કોરોનાગ્રસ્ત થયેલ છે. આ મહિલા અમદાવાદ માં આવેલ નિકોલ થી અપડાઉન કરતી હતી. તથા પાટના કુવા પી.એચ.સી માં ફરજ બજાવતા 40 વર્ષીય હેલ્થ વર્કર કોરોનાગ્રસ્ત જાહેર થયા છે. આ પણ અમદાવાદ દાણીલીમડા થી અપડાઉન કરે છે. જેથી આ બંને કેસ અમદાવાદમાં ગણવામાં આવ્યા છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here