સુરત : IPLની મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા રત્નકલાકાર સહિત બે ઝડપાયા, એક વોન્ટેડ જાહેર

0
10

આઈપીએલની મેચ પર સટ્ટો રમાતો હોવાની બાતમી આધારે કતારગામ પોલીસે રત્નકલાકાર સહિત બેને ઝડપી પાડ્યા છે. કી દ્રારા આપવામાં આવેલા આઇડી-પાસવર્ડનો ઉપયોગ કરી આઇપીએલની મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ વચ્ચેની લાઇવ ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા રંગેહાથ ઝડપી પાડાયા હતા. જ્યારે બુકીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

મોબાઇલ ફોનમાં વેબસાઇટ પર સટ્ટો રમતા હતા

કતારગામ પોલીસે બાતમીના આધારે પોલીસ ટીમે પોલીસે દરોડા પાડી રત્નકલાકાર મહેશ ધીરૂભાઇ બોરીચા (ઉ.વ. 29) ને મોબાઇલ ફોનમાં GALAXY EXCH99 નામની વેબસાઇટ પર બુકી દ્રારા આપવામાં આવેલા આઇડી-પાસવર્ડનો ઉપયોગ કરી આઇપીએલની મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ વચ્ચેની લાઇવ ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

બુકીને ઓનલાઇન ભાવ લખાવી સટ્ટો રમતો હતો

પોલીસે મહેશની અંગ જડતી કરતા તેની પાસેથી રોકડા 15,120 અને મોબાઇલ ફોન 8 હજારની કિંમતનો મળી આવ્યો હતો. મહેશની પૂછપરછમાં વરાછા રાજહંસ કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવતા બુકી સુમીત હરજી ગોલ (રહે. લાઠી રોડ, તા. લીલીયા, જિ. અમરેલી) ને ઓનલાઇન ભાવ લખાવી સટ્ટો રમતો હતો જ્યારે હારજીતનો ફાઇનલ હિસાબ લાલજી ગોબર ગજેરા (ઉ.વ. 34) લઇ જતો હોવાની કબૂલાત કરી હતી.

બુકીની ઓફિસમાં દરોડા પાડતા 5.30 લાખ રોકડા મળ્યા

પોલીસે વરાછા રાજહંસ કોમ્પ્લેક્ષમાં દરોડા પાડી સર્ચ કરતા ટેબલના ખાનામાંથી રોકડા રૂ. 5.30 લાખ મળી આવ્યા હતા. પોલીસે રોકડ મત્તા ઉપરાંત મહેશ અને લાલજીના મોબાઇલ ફોન મળી કુલ 5.55 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બુકી સુમીત ગોલને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here