શ્રીનગરમાં ભારે બરફવર્ષા દરમિયાન કાશ્મીરની બે બહેનોએ કોરોના વોરિયર્સને શ્રદ્ધાંજલિ આપવા માટે બરફમાંથી સ્કલ્પચર બનાવ્યું. તેમાંથી એક બહેન ડૉક્ટર અને બીજી બહેન વકીલ છે. તેમના આ આર્ટ જોવા ઘણા બધા લોકો આવી રહ્યા છે. તેમના નામ ડૉ. કુર્તુલ એન જોહરા અને એનમ જોહરા છે. તેમણે સુંદર સ્નો આર્ટમાં એક લેડી ડૉક્ટર અને કોવિડ વેક્સિન દેખાડી છે. આ ઉપરાંત સ્ટેથેસ્કોપ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું શોર્ટ ફોર્મ પણ લખ્યું છે.
ડૉ. કુર્તુલ એન જોહરાએ આ સ્કલ્પચરથી કોરોના વિરુદ્ધ લડી રહેલા તમામ વોરિયર્સનો આભાર માન્યો. તેઓ મહિલા સશક્તિકરણનો સંદેશ પણ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, મહામારીમાં ડૉક્ટર્સ, પોલિસ, એમ્બ્યુલન્સ ડ્રાઈવર અને મીડિયા સારું કામ કર્યું. મહામારીમાં જે લોકોએ સેવા આપતા જીવ ગુમાવ્યો તે બધાને શ્રદ્ધાંજલિ આપીએ છીએ.
જ્યારે આ ડૉક્ટર અને વકીલ બહેનને પૂછવામાં આવ્યું કે તેઓ સ્કલ્પચર આર્ટિસ્ટ કેવી રીતે બન્યા ત્યારે તેમણે કહ્યું કે, કલા તો અમારા બ્લડમાં છે. અમે સ્કૂલ ટાઈમમાં આર્ટ કોમ્પિટિશનમાં ભાગ લેતા હતા અને જીતીને આવતા હતા. અભ્યાસ પૂરો કર્યા પછી પણ અમે આ શોખ મેકઅપ આર્ટિસ્ટ બનીને પૂરો કર્યો.